એજ્યુકેશન લોન / દેશ-વિદેશમાં ભણવા માટે SBI 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે, એક વર્ષ પછી લોનના હપ્તા શરૂ થાય છે

divyabhaskar.com

May 14, 2019, 03:05 PM IST
SBI lends up to Rs 20 lakh to study abroad and abroad, after one year the loan installment starts

  • ગ્રેજ્યુએશનથી લઇને પ્રોફેશનલ ડિગ્રી ડિપ્લોમા માટે પણ લોન લઈ શકાય છે
  • ભણવાનું પૂરું થયા બાદ એક વર્ષ પછી લોનની ચૂકવણી શરૂ થાય છે
     

યુટિલિટી ડેસ્કઃ SBI દેશ અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે લોન આપે છે. 'SBI સ્ટુડન્ટ લોન' સ્કીમ હેઠળ ચુકવણીની મુદતનો સમયગાળો 15 વર્ષ સુધીનો છે. જો તમે ભારતમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમે આ યોજના હેઠળ 10 લાખ રૂપિયા અને વિદેશ માટે મહત્તમ લોન 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. જોકે, વિવિધ કિસ્સાઓ પ્રમાણે લોનની રકમ ઓછી અથવા વધુ પણ થઈ શકે છે.


લોન કોણ લઈ શકે?
ભારતનો કોઈપણ નાગરિક ઉચ્ચ શિક્ષણ માટે SBIની લોન લેવાનો અધિકાર છે.

લોન હેઠળ આ કોર્સ કવર થાય છે

  • UGC, AICTE, IMC અથવા સરકારની કોઈપણ કોલેજ/યુનિવર્સિટી દ્વારા સંચાલિત ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ માટે આ લોન લઈ શકાય છે.
  • પ્રોફેશનલ ડિગ્રી, ડિપ્લોમા માટે પણ આ લોન લઈ શકાય છે.
  • IIT, IIM જેવી સ્વાયત્ત સંસ્થાઓમાં અભ્યાસ માટે લોન લઇ શકાય છે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંચાલિત ટિચર ટ્રેનિંગ, નર્સિંગ કોર્સ માટે પણ આ લોન મંજૂર થાય છે, નિયમિત ડિગ્રી, ડિપ્લોમા જેવા એરોનોટિકલ, પાઇલટ ટ્રેનિંગ, શિપિંગ વગેરે માટે પણ લોન મળે છે.
  • વિદેશમાં MCA, MBA અને MS જેવા કોર્સ માટે પણ આ લોન મળે છે.
  • આ ખર્ચ કવર થાય છે
  • કોલેજ, શાળા, હોસ્ટેલ ફી, પરીક્ષા ફી, લાઇબ્રેરી ફી અને લેબોરેટરી ફી.
  • પુસ્તકો, યુનિફોર્મ અથવા અભ્યાસ સંબંધિત અન્ય વસ્તુઓ ખરીદવાનો ખર્ચ. ટૂ વ્હીલર વાહન લેવા માટે પણ લોન મળે છે. જેની મર્યાદા 50 હજાર રૂપિયા છે.
  • આ ઉપરાંત જો અભ્યાસ પૂર્ણ કરવામાં અન્ય કોઈ ખર્ચ હોય તો તે પણ આ લોન હેઠળ આવરી લેવામાં આવે છે.

ક્યારથી ચૂકવણી કરવાની હોય છે?

  • કોર્સ પૂરો થયાના એક વર્ષ પછી લોનના હપ્તા શરૂ થઈ જાય છે.
  • 15 વર્ષમાં સંપૂર્ણ લોન ચૂકવી દેવી પડે છે
  • લોન લેવા માટે વિદ્યાર્થીએ પોતાનું આઇડેન્ટિટી કાર્ડ, અડ્રેસ પ્રુફ, માર્કશીટ સાથે કો-એપ્લિકન્ટની પણ સંપૂર્ણ માહિતી આપવી પડે છે.
X
SBI lends up to Rs 20 lakh to study abroad and abroad, after one year the loan installment starts
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી