• Home
  • Utility
  • Utility News
  • Recurring Deposit Account can be opened at a post office by 10 rupees, every month you can deposit online.

રોકાણ / 10 રૂપિયાથી પોસ્ટઓફિસમાં રિકરિંગ ડિપોઝીટ અકાઉન્ટ ખોલી શકાશે, દર મહિને ઓનલાઇન ડિપોઝીટ કરી શકશો

Recurring Deposit Account can be opened at a post office by 10 rupees, every month you can deposit online.

divyabhaskar.com

May 11, 2019, 12:38 PM IST

યુટિલિટી ડેસ્કઃ રિકરિંગ ડિપોઝિટ (RD) એ બચતની લોકપ્રિય યોજના છે. આના દ્વારા તમે દર મહિને થોડી રકમ ઉમેરી શકો છો અને વધુ પૈસાની બચત કરી શકો છો. તમે RD અકાઉન્ટ પોસ્ટ ઓફિસ તેમજ બેન્કમાં પણ ખોલી શકો છો. પોસ્ટ ઓફિસમાં 10 રૂપિયા પ્રતિ મહિનાથી RD શરૂ કરી શકાય છે. તેનો સમયગાળો 5 વર્ષનો હોય છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એપ્લિકેશન લોન્ચ થયા પછી હવે RDમાં પૈસા ઓનલાઇન પણ જમા કરી શકાય છે. તમારે ફક્ત અકાઉન્ટ ખોલાવતી વખતે જ એકવાર પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ત્યારબાદ તમે IPPB એપ્લિકેશન દ્વારા જ તમારું ખાતું સંચાલિત કરી શકશો.


ઓનલાઇન પૈસા જમા કરવાની પ્રોસેસ

  • તમારા બેંક એકાઉન્ટમાંથી IPPB ખાતામાં પૈસા ઉમેરો.
  • હવે ડીઓપી પ્રોડક્ટ્સ પર જાઓ અને રિકરિંગ ડિપોઝીટ પસંદ કરો.
  • તમારો RD અકાઉન્ટ નંબર દાખલ કરો અને પછી ડીઓપી ગ્રાહક આઈડી દાખલ કરો.
  • ઈન્સ્ટોલમેન્ટ સમયગાળો અને રકમ પસંદ કરો.
  • પેમેન્ટ થતાં જ IPPB મોબાઇલ બેન્કિંગ એપ દ્વારા તમારા મોબાઇલ પર સક્સેસફુલ પેમેન્ટ થવાનું નોટિફિકેશન આવી જશે.

પોસ્ટ ઓફિસ અકાઉન્ટને IPPB એપ સાથે જોડવાના ફાયદા

  • તમે IPPB એપ્લિકેશન દ્વારા પીપીએફ રકમ પણ ડિપોઝિટ કરી શકો છો.
  • સુકન્યા સમૃદ્ધિ ખાતામાં પણ આ એપથી પૈસા પણ જમા કરી શકાય છે.
  • આ એપ દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત વિવિધ યોજનાઓનો લાભ લઈ શકાય છે.

IPPB અકાઉન્ટ કેવી રીતે શરૂ કરવું?

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IPPB મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • હવે 'ઓપન યોર અકાઉન્ટ નાઉ' વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં તમારે બેઝિક માહિતી આપવી પડશે. ત્યારબાદ પેન કાર્ડ અને ફોન નંબર લિંક કરવાનો વિકલ્પ આવશે.
  • બીજા પેજ પર આધાર નંબર નાખવો પડશે.
  • ચકાસણી માટે OTP નંબર આવશે.
  • ત્યારબાદ તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો.
X
Recurring Deposit Account can be opened at a post office by 10 rupees, every month you can deposit online.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી