• Gujarati News
  • National
  • RBI Has Given Many Rights To Senior Citizens And Handicapped People, Door step Service Is Also Available

RBIએ સિનિયર સિટિઝન અને વિકલાંગોને ઘણા અધિકાર આપ્યા છે, ડોર-સ્ટેપ સર્વિસ પણ મળે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ સિનિયર સિટિઝનને પણ બેંકિંગ સુવિધાઓનો લાભ મળી શકે એ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડોર-સ્ટેપ જેવી ઘણી વિશેષ સુવિધાઓ આપે છે. પરંતુ ઘણીવાર માહિતીના અભાવને લીધે વરિષ્ઠ નાગરિકો આ સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને ઘણા અધિકારો પણ આપ્યા છે. તો ચાલો આજે આ સુવિધાઓ વિશે જાણીએ.


અલગથી કાઉન્ટર
દરેક બેંકમાં સિનિઇર સિટિઝન અને વિકલાંગ લોકો માટે અલગથી વિશેષ કાઉન્ટર્સ હોવાં જોઈએ. જો કોઈ બેંકની બ્રાન્ચમાં એ નથી તો કોઈપણ સિનિયર સિટિઝન સીધા બ્રાન્ચ મેનેજરને મળીને પોતાના માટે આ વિશેષ સુવિધાની માગ કરી શકે છે. આ તેમનો અધિકાર છે.


સિનિયર સિટિઝન અકાઉન્ટ
નો યોર કસ્ટમર (KYC) જોગવાઈઓ પૂરી થયા પછી જન્મ તારીખના આધારે બેંક અકાઉન્ટ આપમેળે જ 'સિનિયર સિટિઝન અકાઉન્ટ'માં ફેરવાઈ જાય છે. આ અકાઉન્ટ ખોલવા માટે અલગથી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર હોતી નથી. આ ખાતા પર સિનિયર સિટિઝનને મળતી તમામ સુવિધાઓનો લાભ ઉઠાવી શકાય છે.


ડોર સ્ટેપ બેંકિંગ
70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને અથવા ગંભીર રૂપે બીમાર રહેતા સિનિયર સિટિઝનને બેંક તેમના ઘર સુધી મૂળભૂત બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરે છે. આ સુવિધાઓમાં કેશ ટ્રાન્ઝેક્શન, ડિમાન્ડ ડ્રાફ્ટ, KYC ડોક્યુમેન્ટ અને લાઇફ સર્ટિફિકેટ લેવા જેવી ઘણી સેવાઓ શામેલ છે. આ ઉપરાંત, સિનિયર સિટિઝને ચેક બુક મેળવવા માટે પણ બેંકમાં જવાની જરૂર નથી. જો તે ઇચ્છે  તો બેંક તેમની ચેક બુક ઘેર પહોંચાડી શકે છે. જોકે, આ બધી ફેસિલિટી માટે વિવિધ બેંક તરફથી અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવે છે.