રાજસ્થાન / સામૂહિક દુષ્કર્મની પીડિતાને મળ્યા રાહુલ, કહ્યું- આ રાજકીય મુદ્દો નથી, ન્યાય જરૂર મળશે

Divyabhaskar

May 16, 2019, 06:46 PM IST
X

 • પરિવારની માગ, પીડિત દંપતીને સરકારી નોકરી આપી એવી જગ્યા મોકલવામાં આવે જ્યા કોઈ ઓળખી ન શકે 
 • કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ પીડિત પરિવારને મળ્યા

જયપુરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે અલવરમાં થાનાગાજીમાં સામુહિક દુષ્કર્મની પીડિતા સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. તેમણે કહ્યું કે મારા માટે આ રાજકીય મુદ્દો નહીં પણ  લાગણીશીલ મુદ્દો છે. પીડિતાને ન્યાય જરૂર મળશે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ તેમની સાથે છે. રાહુલ પહેલા બુધવારે અહીઁ આવવાના હતા, પરંતુ તેમનો પ્રવાસ કોઈ કારણોસર કેન્સલ થયો હતો. 

રાહુલે કહ્યું કે, આવી ઘટનાઓને સહન ન કરી શકાય. જેવી જ મને આ વાતની ખબર પડી તેવો જ મે અશોક ગેહલોતજીને ફોન કર્યો. રાહુલે કહ્યું કે- રાજસ્થાન નહીં પણ સમગ્ર દેશમાં એક જ સંદેશો આપવાનો છે કે આપણી માતા-બહેનો સાથે આવું કૃત્ય ન થવું જોઈએ, પીડિતાને ન્યાય જરૂર મળશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું અહીં રાજકારણ કરવા નથી આવ્યો, એક પરિવારની મુલાકાત કરવા આવ્યો છું. તેમને જે પણ કહ્યું છે તેની પર કાર્યવાહી કરીશું. 
 

એટલા લોકો ઘરમાં આવ્યા કે પીડિતાની ઓળખ છુપી ન રહી શકી -પીડિત પરિવાર

1.

ગેંગરેપ પીડિત દંપતી અને તેનો પરિવાર ઘટના સામે આવ્યા બાદ સતત લોકોની અવર જવર અને તેનાથી થયેલી બદનામીથી પરેશાન છે. પીડિતાના પિતાએ કહ્યું કે સાત દિવસોમાં ઘણા નેતાઓ અને લોકો ઘરે આવી ગયા છે કે સમગ્ર વિસ્તાર અને સમાજમાં ખબર પડી ગઈ છે કે વીડિયોમાં જોવા મળેલા પતિ-પત્નીનું ઘર આજ છે. પરિવારે સરકારને માગ કરી છે કે પીડિત દંપતીને સરકારી નોકરી આપી એવી જગ્યાએ મોકલી દો, જ્યાં તેમને કોઈ ઓળખી ન શકે. 

શું છે મામલો.?
2.

આ ઘટના 26 એપ્રિલના રોજ બની હતી. થાનાગાજીના રહેવાસી એક દંપતી બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે જ તેમનો પીછો કરી રહેલા પાંચ યુવકોએ તેમને ઘેરી લીધા હતા. તેઓ બન્ને પતિ-પત્નીને બળજબરી જંગલમાં લઈ ગયા અને પતિની સામે જ તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પીડિત દંપતી આ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશન પણ ગયું હતું પણ ઈલેક્શનમાં વ્યસ્ત પોલીસે એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો. વીડિયો વાઈરલ થયા બાદ આ ઘટના સામે આવી છે. ત્યારબાદ 2 મેના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. 

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી