રાજસ્થાન / પીએમ મોદીના ભાઈએ પોલીસ એસ્કોર્ટ ન મળતા 4 કલાક સુધી પોલીસ સ્ટેશનની સામે ધરણાં કર્યા

DivyaBhaskar.com

May 15, 2019, 11:21 AM IST
PM Modi's brother rushed to the police station for 4 hours without getting the police escort

 • પ્રહલાદ મોદી રોડ માર્ગે અમદાવાદથી હરિદ્વાર જઈ રહ્યાં હતા 
 • રસ્તામાં જયપુરથી અજમેર વચ્ચે એસ્કોર્ટ ન અપાતા નારાજ થયા

બગરુ/જયપુરઃ વડાપ્રધાન મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને પોલીસ એસ્કોર્ટ ન મળતા તેઓ નારાજ થઈ ગયા હતા. જે બાદ તેઓ બગરુ પોલીસ સ્ટેશનની સામે જયપુર-અજમેર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ધરણાં પર બેસી ગયા હતા. એસ્કોર્ટ મળ્યા બાદ તેઓ આગળ જવા રવાના થયા હતા.
પ્રહલાદ મોદી રોડ માર્ગે અમદાવાદથી હરિદ્વાર જઈ રહ્યાં હતા. રસ્તામાં અજમેરથી જયપુર જતા સમયે પોલીસ એસ્કોર્ટ આપવામાં આવી ન હતી. આ મુદ્દે તેઓ બગરુ પોલીસ સ્ટેશનની સામે પહોંચી નેશનલ હાઈવે પર એસ્કોર્ટની ગાડીની આગળ ધરણાં પર બેસી ગયા હતા. મામલો હાઈ પ્રોફાઈલ થતાં અધિકારીઓના નિર્દેશ પર લગભગ 4 કલાક પછી તેઓને એસ્કોર્ટ અપાયું હતું ત્યારબાદ તેઓ રવાના થયા હતા.

આઈબી રૂટની સુચના લે છે તેમ છતા કેમ રોક્યો- પ્રહલાદ: પીએમ મોદીના ભાઈ પ્રહદાલ મોદી હરિદ્વાર જઈ રહ્યાં હતા. દૂદૂમાં જયપુર ગ્રામીણ પોલીસે એસ્કોર્ટની પોતાની સરહદ સમાપ્ત થતાં તેઓએ પ્રહલાદ મોદી પાસે જવાની મંજૂરી માગી તો તેઓ જીદ પર આવી ગયા. બગરુ પોલીસ સ્ટેશનના અધિકારીએ માત્ર બે પીએસઓ આપવાની વાત કરી. જે બાદ બગરુ પોલીસે તેમને એસ્કોર્ટ આપવાનું કહ્યું ત્યારે પ્રહલાદ મોદી બગરુથી રવાના થયા હતા. પ્રહલાદ મોદીએ કહ્યું કે આઈબી પણ તેમના રૂટને લઈને માહિતી લેતી હોય છે, તેમ છતાં કેમ રોકવામાં આવ્યા. આ વિવાદ અંગે ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ રાજેન્દ્ર સિંહે કહ્યું કે અમારી પાસે તેમના પ્રોટોકોલને લઈને ગૃહ મંત્રાલયમાંથી કોઈ ડિમાન્ડ આવી ન હતી. જ્યારે ગૃહ મંત્રાલય કહે છે ત્યારે જ કોઈ વ્યક્તિને પ્રોટોકોલ આપવામાં આવે છે.

X
PM Modi's brother rushed to the police station for 4 hours without getting the police escort
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી