હાજરી / નવાં શૈક્ષણિક સત્રથી રાજ્યની તમામ સ્કૂલોમાં ઓનલાઈન હાજરી પુરાશે

divyabhaskar.com

May 11, 2019, 11:11 AM IST
Online presence in all the schools of the state will be available through the new academic session

યુટિલિટી ડેસ્કઃ નવા સત્રથી રાજ્યની તમામ સ્કૂલોમાં ઓનલાઈન હાજરીની સિસ્ટમ લાગુ થશે. આ માટે ડીઈઓએ તમામ સ્કૂલને પરિપત્ર કરીને નવા સત્રથી હાજરી ઓનલાઈન કરવા જણાવ્યું છે. દરેક સ્કૂલો નવા સત્રથી શાળા શરૂ થયાને 30 મિનિટમાં સ્કૂલની હાજરી ઓનલાઇન અપલોડ કરવા માટે સૂચના આપી છે.


ઓનલાઇન હાજરીના પ્રોજેક્ટને અમદાવાદ ગ્રામ્યમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ચલાવાયો હતો. આ પ્રોજેક્ટની સફળતા બાદ રાજ્યમાં નવા સત્રથી લાગુ કરાશે. શરૂઆતમાં સંચાલકોએ ઓનલાઈન હાજરીનો વિરોધ કર્યો હતો. સ્કૂલ સંચાલકોની રજૂઆત હતી કે, ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈનનો ગેરફાયદો વિદ્યાર્થીઓને જ થશે, કારણ કે ખેતીકામ અને નાનપણમાં જ પૈસા કમાવવાની જવાબદારીના કારણે જો સરકારે નક્કી કરેલી હાજરી પૂરી નહીં થાય તો વિદ્યાર્થીઓનું વર્ષ પણ બગડી શકે છે.


વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવામાં આવશે
સ્કૂલ શરૂ થયાની 30 મિનિટ બાદ આવનારા વિદ્યાર્થીઓનો ખાસ રેકોર્ડ રખાશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં મોડા આવનારા વિદ્યાર્થીઓનો રેકોર્ડ રખાશે. જો વાર્ષિક પરીક્ષાના ફોર્મ ભરવા સમયે હાજરી ઓછી રહેશે તો તેઓના મોડા આવવાના કારણો સાથેનો રિપોર્ટ અપાશે, જેથી હાજરીને કારણે વિદ્યાર્થીનું વર્ષ ન બગડે તેવા પ્રયત્નો કરાશે.

X
Online presence in all the schools of the state will be available through the new academic session
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી