ફેરફાર / હવે ટોલ પ્લાઝા પર 'ફાસ્ટેગ લેન'માં ઘૂસવા પર ડબલ ટેક્સ ભરવો પડશે

divyabhaskar.com

May 10, 2019, 01:22 PM IST
Now you have to pay double tax on the toll plaza in the 'fastest lane'

યુટિલિટી ડેસ્કઃ ટોલ પ્લાઝા પર લાંબી કતાર ટાળવા માટે ફાસ્ટેગ (Fas Tag)લેન બનાવવામાં આવી છે. આ લેન માટે વાહનમાં તેની ડિવાઇસ લગાવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો ડિવાઇસ વગરનું વાહન લઇને પણ આ ફાસ્ટેગ લેનમાં ઘૂસી જતાં હતાં. જેના કારણે ફાસ્ટેગ ડિવાઇસવાળી ગાડીઓએ ટોલ પ્લાઝામાંથી પસાર થવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ વિશે પરિપત્ર જાહેર કરી શકે છે. તે મુજબ, જો તમે ડિવાઇસ વગરની ગાડી લઇને ફાસ્ટેગ લેનમાં ઘૂસી જશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.


શું છે ફાસ્ટેગ લેન?
ફાસ્ટેગ એ વાહનની વિન્ડસ્ક્રીનથી સાથે જોડાયેલી એક ડિવાઇસ છે. આ રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર આધારિત છે. આ ડિવાઇસથી ટોલ બૂથમાં દાખલ થવાથી ગાડીનો રેકોર્ડ આપમેળે નોંધાઈ જશે. ટોલ ભાડું સીધું વ્યક્તિના એ બેંક ખાતામાંથી કાપી લેવામાં આવે છે, જે ફાસ્ટેગ સાથે જોડાયેલું હોય છે. આ કારણે ડ્રાઇવરે ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની જરૂર પડતી નથી.


બીજી ગાડીઓ દાખલ થવાથી સમસ્યા ઊભી થાય છે
ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ માટે એક અલગ લેન હોય છે. તે ખાલી હોવાથી તેમાં બીજી ગાડીઓ પણ દાખલ થઈ જાય છે. તેના કારણે પાછળ આવતી ફાસ્ટેગ ગાડીઓને સમસ્યા નડે છે. આ ઉપરાંત, ટોલ પ્લાઝા પર વેઇટિંગની સમસ્યાના સમાધાનનો સરકારનો હેતુ પણ નિષ્ફળ જાય છે.


ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળશે
નિષ્ણાતોનું માનવું છે કે હાઇવે પર ફાસ્ટેગ લેન સારો વિકલ્પ છે. પરંતુ તેનું અમલીકરણ અઘરું છે. ઘણીવાર ખોટી લેનમાં દાખલ થવાને કારણે બિનજરૂરી વિવાદો ઊભા થાય છે. તેનાથી ટોલમાં ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થાય છે. તેથી આ વિચાર અમલમાં મૂકવો એક પડકાર છે. પરંતુ જો એકવાર લોકોમાં આ વાતની સમજણ આવી ગઈ તો ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

X
Now you have to pay double tax on the toll plaza in the 'fastest lane'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી