વ્હીકલ પુલિંગ પોલિસી / હવે તમારી પ્રાઇવેટ કાર પુલ કરીને પણ પૈસા કમાઈ શકશો, સરકાર નવી પોલિસી લાવી રહી છે

divyabhaskar.com

May 12, 2019, 02:44 PM IST
Now you can earn money by pooling your private car, the government is bringing new policies

યુટિલિટી ડેસ્કઃ જો તમારી પાસે કાર છે તો તમને કાર પુલ કરીને એટલે કે બહારના વ્યક્તિને બેસાડીને પૈસા કમાવવાની તક મળી શકે છે. આ માટે સરકાર એક નવી પોલિસી લાવી રહી છે. દેશમાં પ્રાઇવેટ કારની વધતી સંખ્યા રોકવા માટે કેન્દ્ર સરકાર પ્રાઇવેટ કારનો કોમર્શિયલ ઉપયોગ થઈ શકે તે માટે વિચાર કરી રહી છે. તેથી, પોલિસી કમિશન દ્વારા આ નીતિ તૈયાર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ ખાનગી કારના માલિકોને ચોક્કસ શરતો સાથે બહારના મુસાફરોની સવારી લેવાની મંજૂરી આપવામાં આવશે.


એક દિવસમાં 3થી 4 ટ્રિપની લિમિટ હશે
ખાનગી કારોની સંખ્યા ઘટાડવાના ઉદ્દેશ્યથી નીતિ પંચે કેન્દ્ર સરકારની સામે 'વ્હીકલ પુલિંગ પોલિસી' રજૂ કરી છે. આ પોલિસી હેઠળ ખાનગી કારના માલિકો પોતાની કારમાં સવારી શોધી શકે છે. જોકે, તેમને એક દિવસમાં 3 અથવા 4 ટ્રિપ કરવાની જ મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકારની આ પોલિસી હેઠળ ખાનગી કારને કેબ અથવા ટેક્સી માનવામાં આવશે નહીં.


એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુસાફરોની સુરક્ષા માટે આ ખાનગી કારના માલિકોએ તેમના વાહનોને રાજ્યોમાં કામ કરતા કેબ એગ્રેગેટર સાથે નોંધણી કરાવવાની રહેશે. આ કેબ એગ્રેગેટર વાહનોની KYC પોતાની પાસે રાખશે. આ સુવિધા લેનાર ખાનગી વાહન ચાલકોએ પોતાની કારમાં બેસતા મુસાફરો માટે વીમો પણ લેવો પડશે.


વાહન ડેટાબેઝમાં હશે પૂરો રેકોર્ડ
પોલિસી અનુસાર આ સુવિધાનો લાભ લેનાર તમામ વાહનોનો સંપૂર્ણ રેકોર્ડ વાહન ડેટાબેઝમાં નોંધાયેલો હશે. જેથી કોઈ કાર માલિક એક દિવસમાં વધુ ટ્રિપ લગાવવા માટે એકથી વધુ એગ્રેગેટર પાસે રજિસ્ટ્રેશન ન કરાવી લે. પોલિસીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ કેબ એગ્રેગેટર કાર માલિકને વધુ ટ્રિપ લગાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે કોઈ પ્રકારનું ઈન્સેન્ટિવ નહીં આપે.


એક અધિકારીના જણાવ્યા અનુસાર, સરકાર આ પોલિસી માટે કોઈ પ્રકારના ભાડાની પોલિસી જાહેર નહીં કરે. રાજ્ય પરિવહન વિભાગ ભાડાની શરતો જાહેર કરશે. જોકે, નીતિના નિયમોનું પાલન કરાવવા માટે સરકાર મજબૂત ઓડિટ સિસ્ટમ લાવશે.


પરિવહન વિભાગ રાજ્યો સાથે વાતચીત કરી રહ્યું છે
રાજ્યોને પરિવહન સંબંધિત નિયમો બનાવવાનો અધિકાર છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર આ નીતિને સફળ બનાવવા માટે રાજ્ય સરકારો સાથે વાતચીત કરી રહી છે. સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આ પોલિસીને લઇને ઘણા રાજ્યો સાથે વાતચીતના બે રાઉન્ડ પૂરાં કરી ચૂક્યું છે.

X
Now you can earn money by pooling your private car, the government is bringing new policies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી