• Home
  • National News
  • Utility
  • Now the money can be withdrawn from the PF account by just filling out a form; now instead of three, only one form will be filled

સુવિધા / હવે માત્ર એક ફોર્મ ભરીને પીએફ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાશે, હવે ત્રણને બદલે ફક્ત એક જ ફોર્મ ભરવું પડશે

divyabhaskar.com

May 14, 2019, 12:52 PM IST
Now the money can be withdrawn from the PF account by just filling out a form; now instead of three, only one form will be filled

યુટિલિટી ડેસ્કઃ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પીએફ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા ખૂબ સરળ બનાવી દીધી છે. અગાઉ જ્યાં પીએફના પૈસા ઉપાડવા માટે વિવિધ પ્રકારના ફોર્મ ભરવાં પડતાં હતા, જ્યારે હવે માત્ર એક ફોર્મ ભરવાથી પીએફના પૈસા ઉપાડી શકાશે. જોકે, આ સુવિધા ફક્ત એ લોકો માટે ઉપલબ્ધ છે, જેમનો યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) આધાર સાથે લિંક થયેલો છે.


EPFOએ પૈસા ઉપાડવા માટે ત્રણ ફોર્મ ભેગાં કરીને એક જ ફોર્મ તૈયાર કર્યું છે. અગાઉ પીએફ સેટલમેન્ટ માટે ફોર્મ 19, પેન્શન ઉપાડ માટે ફોર્મ 10 C અને નોન રિફંડપાત્ર પીએફ એડ્વાન્સ માટે ફોર્મ 31 ભરવું પડતું હતું. હવે આ ત્રણ ફોર્મ ભેગાં કરીને એક જ ઓનલાઇન ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. સારી વાત એ છે કે તેમાં એમ્પ્લોયરનો પુરાવો જરૂરી નથી. આધાર, બેંક અકાઉન્ટ અને પેન કાર્ડ નંબર દ્વારા જ પીએફનો ઉપાડ કરી શકાશે.


પીએફનો ઉપાડ ક્યારે કરી શકાય?

  • ઘર અથવા જમીન ખરીદવા પર
  • હોમ લોન ચૂકવવા માટે
  • આરોગ્ય અથવા લગ્ન સંબંધિત મુદ્દો હોય ત્યારે
  • બાળકોના ઉચ્ચશિક્ષણ માટે
  • રિટાયર્મેન્ટનાં એક વર્ષ પહેલાં પણ પીએફનો ઉપાડ કરી શકાય છે
X
Now the money can be withdrawn from the PF account by just filling out a form; now instead of three, only one form will be filled
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી