• Home
  • National News
  • Utility
  • the work of the star rating home project will start soon, up to 40% of the power consumption can be reduced

યોજના / ટૂંક સમયમાં સ્ટાર રેટિંગવાળા હોમ પ્રોજેક્ટનું કામ શરૂ થશે, 40% સુધી વીજ વપરાશ ઘટી શકે છે

divyabhaskar.com

May 18, 2019, 02:52 PM IST
the work of the star rating home project will start
soon, up to 40% of the power consumption can be reduced

યુટિલિટી ડેસ્કઃ ઊર્જા મંત્રાલય ટૂંક સમયમાં જ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે સ્ટાર રેટિંગ પ્રોગ્રામ અમલમાં મૂકી શકે છે. આ માટે તેણે બિલ્ડર્સ સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ તેને લઇને કરાર થઈ શકે છે. સરકારે આ કાર્યક્રમ ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામ માટે અત્યાર સુધી ફક્ત કમર્શિયલ પ્રોસેસિંગ વર્કલોડ (CPW) સાથે કરાર થયો છે.


ચૂંટણીના કારણે વિલંબ થઈ રહ્યો છે
ઊર્જા મંત્રાલયે રહેણાંક મકાનો માટે સ્ટાર રેટિંગ્સ પ્રોગ્રામ લાગુ કરવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી દીધી છે. તમામ પ્રકારનાં ગ્રુપ હાઉસિંગ માટે સ્ટાર રેટિંગ ફરજિયાત કરવાની યોજના છે. ડેવલપર સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. પરંતુ ચૂંટણીઓને કારણે કાર્ય અટકી ગયું હતું.
સરકારે પોતાની એનર્જી એફિશન્સી પ્રોગ્રામ હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે પણ સ્ટાર રેટિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. પરંતુ ચૂંટણીઓને કારણે તે લાગુ કરાયો નહોતો. આવનારા દિવસોમાં દરેક હાઉસિંગ પ્રોજેક્ટ પર સ્ટાર રેટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.


40% સુધી વીજ વપરાશ ઘટશે
સ્ટાર રેટિંગ ધરાવતા ઘરોમાં વીજળીનો વપરાશ ઓછો થશે. સ્ટાર રેટિંગ હાઉસમાં 35-40% ઓછા વીજ વપરાશ થવાની શક્યતા છે. તેના કારણે મેઇન્ટેનન્સ ખર્ચમાં પણ આશરે 20 ટકા સુધી ઘટાડો થશે. સ્ટાર રેટિંગ પ્રોગ્રામને દરેક નવા પ્રોજેક્ટમાં લાવવાની તૈયારી છે.


ઘર 10% મોંઘું થઈ શકે છે
સ્ટાર રેટિંગ ઘરમાં અલગ પ્રકારનું આર્કિટેક્ટ, ડિઝાઇન અને વિવિધ પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય છે. તેથી સ્ટાર રેટિંગવાળાં ઘરની કિંમતમાં 10થી 12 ટકાનો ભાવવધારો થઈ શકે છે. પરંતુ લાંબાગાળા માટે ઘર ખરીદનારાઓને આ ડીલ ફાયદાકારક સાબિત થશે. જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર બનાવવા માગે છે તો સરકાર તેમને મદદ કરશે. બ્યુરો ઓફ એનર્જી એફિશન્સીએ આ માટે અલગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જ્યાંથી આવાં ઘર ખરીદનારાઓને મદદ મળી શકે છે.

X
the work of the star rating home project will start
soon, up to 40% of the power consumption can be reduced
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી