MP / આ ચૂંટણીની છેલ્લી રેલીમાં PMએ કહ્યું- ફરી બનશે મોદી સરકાર, આ વખતે 300ને પાર

  • મોદીએ કહ્યું- તમે દશકાઓ પછી સતત બીજીવાર પૂર્ણ બહુમતની સરકાર બનાવવાના છો

divyabhaskar.com

May 17, 2019, 04:26 PM IST

ભોપાલ: વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે તેમની છેલ્લી રેલી શુક્રવારે મધ્યપ્રદેશના ખરગોનમાં કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી અને છેલ્લી સભા ખરગોનમાં કરી રહ્યો છું. ઐતિહાસીક રીતે જોવામાં આવે તો મેરઠ અને ખરગોન વચ્ચે એક સામ્યતા એવી પણ છે કે ત્યાં બહુ ધ્યાન આપવામાં નથી આવતું. આ બંને શહેરો 1857ના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા છે. મેરઠમાં જ્યાં અંગ્રેજો સામે સૈનિક વિદ્રોહ થયો હતો ત્યાં ખરગોનની આ ધરતી પર મહાન યોદ્ધા અને સ્વતંત્રતા સેનાની ભીમા નાયકે આદિવાસી આંદોલન નેતૃત્ન કર્યું અને ભારતની રક્ષા માટે તેમના પ્રાણની આહુતી આપી દીધી. વડાપ્રધાને અહીં કહ્યું કે, આ વખતે સમગ્ર દેશ કહી રહ્યો છે કે, ફરી એક વાર મોદી સરકાર, આ વખતે 300ને પાર.

વડાપ્રધાને કહ્યું કે, 19 તારીખે તમે મતદાન કરીને ઈતિહાસ સર્જી દેવાના છો. તમે દશકાઓ પછી સતત બીજી વખત બહુમતની સરકાર બનાવવાના છો. તેમણે કહ્યું કે, આ વખતે સમગ્ર દેશ પાર્ટી માટે નહીં પરંતુ દેશ માટે મતદાન કરે છે. જનતા આ વખતે સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશનું ભવિષ્ય બનાવવા માટે મતદાન કરી રહી છે.

ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, દિલ્હીમાં લોકો કહે છે કે, ચૂંટણી ખૂબ લાંબી થઈ ગઈ છે, તેઓ થાકી ગયા છે. તેથી હું તેમને કહું છુ કે કોઈક દિવસ આદિવાસીઓની વચ્ચે આવીને બેસો, તમારો બધો થાક ઉતરી જશે.

સાતમા તબક્કામાં 8 લોકસભા સીટ માટે મતદાન: સાતમા અને અંતિમ તબક્કામાં 8 લોકસભા સીટ દેવાસ, ઉજ્જૈન, ઈન્દોર, ધાર, મંદસૌર, રતલામ, ખરગોન અને ખંડવામાં 19 મેના રોજ મતદાન થવાનું છે. 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી