લોકસભા અપડેટ્સ / ગુલામનબીએ પોતાના નિવેદન પરથી ફેરવી તોળ્યું, કહ્યું- PM પદ માટેનો દાવો રજૂ કરાશે

Shah attacked BJP's controversial statements on Godse, said,
X
Shah attacked BJP's controversial statements on Godse, said,

  • અનુશાસન સમિતિ આ ત્રણેય નેતાઓ પાસે જવાબ માંગશે, 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે 
  • અમિત શાહે કહ્યું ત્રણેય નેતાઓએ નિવેદનો પરત ખેંચ્યા અને માફી પણ માગી 

Divyabhaskar

May 17, 2019, 03:45 PM IST

નેશનલ ડેસ્કઃ કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે કહ્યું કે, વડાપ્રધાન પદ માટે તેમની પાર્ટી દાવો રજુ કરશે. તેમના કહ્યા પ્રમાણે કોંગ્રેસ સૌથી જુની અને સૌથી મોટી રાજકીય પાર્ટી છે. પાંચ વર્ષ માટે સરકાર ચલાવવાની તક તેને મળવી જોઈએ. આ પહેલા ગુરુવારે આઝાદે કહ્યું હતું કે, એનડીએને હટાવવી એ જ કોંગ્રેસનું પહેલું લક્ષ્ય છે. જો કે આ માટે પાર્ટી પીએમ પદ છોડવું પડશે તો તે પીછેહઠ નહીં કરે.
 

 

 

1

ગોડસે પર BJPના નેતાઓના વિવાદીત નિવેદનોથી ભડક્યા શાહ, કહ્યું- પાર્ટીને કોઈ લેવા દેવા નહીં

ગોડસે પર BJPના નેતાઓના વિવાદીત નિવેદનોથી ભડક્યા શાહ, કહ્યું- પાર્ટીને કોઈ લેવા દેવા નહીં
  • ભાજપ નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ડેમેજ કંટ્રોલ માટે આવવું પડ્યું. તેઓએ ટ્વીટ કર્યુ કે 2 દિવસમાં 3 નેતાઓના નિવેદનને લઈને ભાજપને કોઈ જ લેવા દેવા નથી. તેને લઈને અનુશાસન સમિતિ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.
  • પાર્ટીએ નિવેદનો ગંભીરતાથી લીધા છે- શાહઃ ભાજપ અધ્યક્ષે કહ્યું કે, "વિગત 2 દિવસમાં અનંત કુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકરુ અને નલિન કટીલના જે નિવેદનો આવ્યાં તે તેમના અંગત નિવેદનો છે. તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. આ લોકોએ પોતાના નિવેદનો પરત લીધા છે અને માફી પણ માગી છે. તેમ છતાં સાર્વજનિક જીવન અને ભાજપની ગરિમા તેમજ વિચારધારાથી વિપરીત આ નિવેદનોને પાર્ટીએ ગંભીરતાથી લીધી છે. ત્રણેય નિવેદનોને અનુશાસન સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે. સમિતિ આ ત્રણેય નેતાઓ પાસે જવાબ માગીને પાર્ટીને 10 દિવસમાં રિપોર્ટ સોંપે."
2

એનસીપી ઉમેદવારે કેક પર લખ્યું-દેશનો ચોકીદાર જ ચોર છે.

એનસીપી ઉમેદવારે કેક પર લખ્યું-દેશનો ચોકીદાર જ ચોર છે.


 એનસીપીના ઉમેદવાર આનંદ પ્રાંજપેએ તેમના જન્મદિવસ નિમિતે જે કેક કાપી હતી તેની પર ચોકીદાર ચોર છે લખાયેલું હતું. તેમના કહ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી ભલે એવો દાવો કરે કે તેઓ ઈમાનદાર છે, પરંતુ જનતાને વાસ્તવિકતા ખબર છે. 

3

રવિવારે 59 મત વિસ્તારોમાં મતદાન યોજાશે

રવિવારે 59 મત વિસ્તારોમાં મતદાન યોજાશે

લોકસભાના સાતમા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સાતમા તબક્કામાં કુલ સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના 59 મતવિસ્તારોમાં રવિવારે મતદાન યોજાશે. 

4

અઠાવલેએ કહ્યું- માયાવતીનો પરિવાર નહીં, તેમને નથી ખબર કે પતિને કેવી રીતે સચવાય છે

અઠાવલેએ કહ્યું- માયાવતીનો પરિવાર નહીં, તેમને નથી ખબર કે પતિને કેવી રીતે સચવાય છે


 કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે બસપા સુપ્રીમો માયાવતી અવિવાહીત છે. તેમને નથી ખબર કે  પરિવાર શું હોય છે. જો તેમને લગ્ન કર્યા હોત તો ખબર પડતી કે પતિને કેવી રીતે સચવાય છે. અઠાવલેએ કહ્યું કે, માયાવતીએ મોદી અને તેમની પત્ની વિશે ટિપ્પણી કરવી ન જોઈએ. 

5

ચંદ્રબાબુ નાયડૂ ચૂંટણી પંચના દરવાજે પહોંચ્યા

ચંદ્રબાબુ નાયડૂ ચૂંટણી પંચના દરવાજે પહોંચ્યા

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ ચૂંટણી પંચે જઈને તેમની મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું કે, આ પહેલા પણ તેઓ ચૂંટણી પંચને ઘણા પત્રો લખી ચુક્યા છે. નાયડૂના કહ્યાં પ્રમાણે , જો આજ પ્રમાણે તેમના રાજ્યમાં ટ્રાન્ફર થતી રહેશે તો રાજ્ય સરકાર હોવાનો કોઈ મતલબ નહી રહે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી