એન્કાઉન્ટર / પુલવામામાં સેનાએ 4 આતંકીઓને ઠાર કર્યા, અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલુ

  • આતંકવાદીઓની 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી

divyabhaskar.com

May 18, 2019, 06:07 PM IST

પુલવામા: જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અહીં પુલવામા જિલ્લાના અવંતીપોરામાં બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આજે વહેલી સવારથી અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન કુલ 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

અવંતીપોરાના પંજગામમાં આજે સવારે આતંકવાદીઓની 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં સર્ચ ઓપરેશન દરમિયાન જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં સેનાએ બે આતંકીઓને ઠાર કરી દીધા હતા. તેમાંથી એકનું નામ શૌકત અહમદ હતું.

આ દરમિયાન અનંતનાગમાં પણ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. માનવામાં આવે છે કે, સેનાએ પહેલાં આતંકીઓને સમર્પણની ચેતવણી આપી હતી. ત્યારપછી સૈનિકોએ એક-એક ઘરમાં તપાસ શરૂ કરી હતી. તપાસ વધતા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

ગુરુવારે 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા: આ પહેલાં ગુરુવારે થયેલા બે એન્કાઉન્ટરમાં સેનાએ જૈશ-એ-મોહમ્મદના સ્થાનિક કમાન્ડર સહિત 6 આતંકીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં બે જવાન પણ શહીદ થયા હતા. પુલવામાના દલીપોરામાં આતંકીઓ ઘરમાં છુપાયા હતા. અહીં સવારે થયેલા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેના ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં સેનાએ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી