નિયમ / અઠવાડિયાના સાતેય દિવસ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકાશે, RBI નવો ટ્રાન્ઝેક્શન નિયમ લાવી રહી છે

Online money transfer can be made on Saturdays of the week, RBI is introducing new transaction rules

divyabhaskar.com

May 17, 2019, 04:08 PM IST

યુટિલિટી ડેસ્કઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક ઓનલાઈન ફંડ કરવાની ઓફર કરી છે. રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવશે. તેનાથી બેંકિંગ માટે લોકોને વધુ સમય મળી શકશે.


અત્યારે ટ્રાન્ઝેક્શન માટે સવારે 8થી સાંજના 7 સુધીનો સમય નક્કી છે
RBIએ પોતાના ડોક્યુમેન્ટ્સ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ઈન ઈન્ડિયાઃ વિઝન 2019-2021માં કહ્યું છે કે NEFTમાં વધુ સુવિધાઓ જોડવાની આવશ્યકતા છે. આટલું જ નહીં, કેન્દ્રીય બેંક રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)માં ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન કરવા માટે ઉદ્યોગની તૈયારીઓ અને ગ્રાહકની માગના આધારે તેનો વિસ્તાર કરવાની શક્યતાની પણ તપાસ કરશે.


અત્યારે NEFTમાં રવિવાર, મહિનાના બીજા અને ચોથા શનિવાર અને કેલેન્ડર વર્ષ માટે જાહેર કરેલી બેંકની રજાઓમાં ફંડ ટ્રાન્સફર નથી કરી શકાતું. SBI સોમવારથી શુક્રવાર સુધ સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી અને શનિવારે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી જ NEFTની સુવિધા આપે છે.


IMPSથી બે લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે
ઈમિડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS)ના માધ્યમથી ફંડને ચોવીસ કલાક ટ્રાન્સફર કરી શકાય છે. પરંતુ તેની મહત્તમ રાશિ 2 લાખ રૂપિયા છે. RTGSમાં મોટા પ્રમાણમાં ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ રોજબરોજનાં ટ્રેડિંગ માટે આ સુવિધા સવારે 8 વાગ્યાથી લઇને સાંજે 4:30 વાગ્યા સુધી જ ઉપલબ્ધ છે.


તેથી RBI ફંડ ટ્રાન્સફરની તમામ સિસ્ટમ્સની તપાસ, રિસ્ક ફેક્ટર, દિવસ-રાત ચૂકવણી કરનારાઓનો ડેટા, રજાઓની મર્યાદા વગેરેનું વિશ્લેષણ કર્યાં પછી NEFTમાં 24 કલાક ટ્રાન્સફરની સુવિધામાં ઉમેરશે.


2021 સુધીમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ચાર ગણું વધશે
RBIને આશા છે કે ડિસેમ્બર 2021 સુધીમાં દેશના ડિજિટલ માધ્યમોના વ્યવહારોમાં ચાર ગણો વધારો થશે. આ વ્યવહારોનું મૂલ્ય વધીને 8,707 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.


રિઝર્વ બેંકે જણાવ્યું છે કે નવી સુવિધા અને પદ્ધતિઓ આવવાથી ચૂકવણીની રીતમાં સતત ફેરફાર થતો રહેશે. આનાથી ગ્રાહકોને મોટી રકમ પર વિવિધ પ્રકારના ચૂકવણી સિસ્ટમના વિકલ્પો ઉપલબ્ધ થશે. રિઝર્વ બેંક વર્ષ 2019-2021 માટે આ વિઝન ડોક્યુમેન્ટ અમલમાં મૂકશે. અગાઉ, વિઝન ડોક્યુમેન્ટ વર્ષ 2016થી 2018 માટે બહાર પાડવામાં આવ્યું હતું.

X
Online money transfer can be made on Saturdays of the week, RBI is introducing new transaction rules
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી