વિવાદ / ગોડસે વિવાદ અંગે મોદી સારે છે મગરના આંસુ, કહ્યું 'હું સાધ્વીને કદી માફ નહિ કરી શકું'

divyabhaskar.com

May 17, 2019, 03:47 PM IST
Narendra Modi Slams on Sadhvi Pragna on statement given on mahatma gandhi

  • મોદીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ગાંધીજી અને ગોડસે વિશે જે નિવેદન આપવામાં આવ્યા છે તે બહુ ખરાબ છે અને સમાજ માટે ખોટા છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના મતદાન પહેલાં ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશ ભક્ત ગણાવતા વિવાદ શરૂ થઈ ગયો છે. આ વિશે વડાપ્રધાન મોદીએ પ્રથમ વખત પ્રતીક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું છે કે, ભલે તેમણે આ વિશે માફી માંગી લીધી હોય પરંતુ હું તેમને દિલથી કદી માફ નહીં કરી શકું.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે વડાપ્રધાનને તાજેતરમાં જ આપવામાં આવેલા નિવેદન વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને નાથૂરામ ગોડસે વિશે જે પણ વાતો કહેવામાં આવી છે તે ભયંકર ખરાબ છે.

વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, આ વાતો સંપૂર્ણ રીતે ધૃણા સ્પદ છે. સભ્ય સમાજ વચ્ચે આ પ્રકારની વાતો નથી થતી. પીએમ મોદીએ કહ્યું છે કે, ભલે તેમણે આ વિશે માફી માંગી લીધી હોય પરંતુ તેઓ તેમને દિલથી કદી માફ નહીં કરી શકે.

X
Narendra Modi Slams on Sadhvi Pragna on statement given on mahatma gandhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી