ત્રિપલ તલાક / મુસ્લિમ મહિલાનો આરોપ- પતિએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન કર્યુ, આજે સુનાવણી થશે

DivyaBhaskar.com

May 17, 2019, 09:08 AM IST
Muslim women accused - husband violates Supreme Court decision, will be heard today

  • મહિલાએ પતિએ આપેલા ડિવોર્સને ગેરકાયદે ગણાવ્યો 
  • કહ્યું- દહેજની માગ પુરી ન કરી શકવાને કારણે પતિએ ડિવોર્સ આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ શુક્રવારે ત્રિપલ તલાક મુદ્દે એક મહિલાની અરજી પર સુનાવણી કરશે. એક મુસ્લિમ મહિલાએ તેના પતિ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. મહિલાના કહ્યા પ્રમાણે તેના પતિએ ગેરકાયદે રીતે તેને ડિવોર્સ આપ્યા છે. મહિલાના કહ્યા પ્રમાણે, તેના પતિએ દહેજની માગ પુરી ન થવાને કારણે તેને ડિવોર્સ આપી દીધા છે.

પતિએ મને ઘરમાંથી બહાર કાઢી: 32 વર્ષીય રુબીએ જણાવ્યું કે, પતિએ મને ઘરની બહાર કાઢી મુકી હતી. ડિવોર્સ માટે બે નોટિસ મોકલી છે. જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેચ આ મામલાની સુનાવણી કરશે.મહિલાના વકીલે બેચને આ મામલાની ઝડપી સુનવણી કરવાની વિનંતી કરી છે.

રૂબીએ કહ્યું, હું ન્યાયની માંગ કરૂ છું. મને તેમની સાથે રહેવાની મંજૂરી મળવી જોઈએ. હું બાળકો સાથે ક્યાં જઈશ. મહિલાના વકીલ એમ.એમ.કશ્યપે કહ્યું કે અમે કોર્ટ પાસેથી ડિવોર્સની નોટિસને રદ કરવાની વિનંતી કરી છે. રૂબીએ સાસરી પક્ષ પર દહેજને કારણે હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે સાસરીવાળાઓ 5 લાક રૂપિયા અને ગાડી માગી રહ્યા છે. હું તેમની આ માગને પુરી ન કરી શકી તો 19 માર્ચે મને ઘરમાંથી તગેડી મુકી હતી. પતિએ 25 માર્ચે ડિવોર્સની નોટિસ મોકલી દીધી હતી. ત્રિપલ તલાક કાયદાને 27 ડિસેમ્બરે લોકસભામાં પાસ કરવામાં આવ્યો હતો. જેના પક્ષમાં 245 અને વિરોધમાં 11 વોટ પડ્યા હતા. રાજકીય અવરોધના કારણે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કર્યો હતો.

X
Muslim women accused - husband violates Supreme Court decision, will be heard today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી