વિવાદ / ગોડસે પર માફીની જરૂર નથી કહ્યાં બાદ હેગડેએ કહ્યું ટ્વિટર હેક થયું હતું; MP નલિને નથુરામ-કસાબની તુલના રાજીવ ગાંધી સાથે કરી

Modi's minister says Godse does not need forgiveness; Karnataka MPs compare Nathuram and Kasab with Rajiv Gandhi

  • ભાજપના બે સાંસદે ગોડસેને લઈને આગમાં ઘી હોમવાનું કામ કર્યુ
  • વિવાદ બાદ અનંત હેગડેએ કહ્યું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું
  • સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યાં હતા

DivyaBhaskar.com

May 17, 2019, 02:22 PM IST

નેશનલ ડેસ્કઃ મધ્યપ્રદેશના ભોપલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા તો હોબાળો થઈ ગયો હતો. ભાજપ ઉપરાંત તમામ વિપક્ષે આ નિવેદનની ટીકા કરી હતી જે બાદ સાધ્વી પ્રજ્ઞાને માફી માગવી પડી હતી. જે બાદ આ વિવાદ થાળે પડશે તેવું લાગી રહ્યું હતું પરંતુ હવે મોદી સરકારના મંત્રી અનંત હેગડે અને કર્ણાટક ભાજપના સાંસદ નલિનકુમાર કટીલે વિવાદીત નિવેદન કરી આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે.

અનંત હેગડેએ ટ્વીટ કરી વિવાદમાં ઝુકાવ્યું: અનંત હેગડે ગોડસે મામલે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યુ છે. તેઓએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નથુરામ ગોડસેને લઈને 7 દશકા બાદ સાર્થક ચર્ચા થતી હશે. અનંત હેગડેએ શુક્રવારે ટ્વીટ કરી લખ્યું કે, "હું ખુશ છું કે લગભગ 7 દશકા બાદ આજની પેઢી નવા ફેરફારની સાથે આ મુદ્દે ચર્ચા કરી રહી છે. આ ચર્ચાને સાંભળીને આજે નથુરામ ગોડસે સારું અનુભવી રહ્યાં હશે."

અન્ય એક ટ્વીટમાં તેઓએ લખ્યું કે હવે સમય છે કે તમે બોલો અને માફી માગવા આગળ વધો, હવે નહીં તો ક્યારે? અનંત હેગડેએ આ ટ્વીટ એક ટ્વીટના જવાબમાં કરી હતી.

વિવાદ વધતા સ્પષ્ટતા કરી: અનંત હેગડેના મંતવ્ય અંગે વિવાદ વધતા તેઓએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. સાથે જ તેઓએ આ ટ્વીટ્સ માટે ખેદ વ્યક્ત કર્યો હતો.

કર્ણાટક ભાજપના અન્ય સાંસદનું પણ વિવાદીત નિવેદનઃ નલિન કુમારે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની તુલના ગોડસે અને કસાબ સાથે કરી છે. નલિન ગોડસેએ કહ્યું કે, "ગોડસેએ એકને માર્યો, કસાબને 72ને માર્યા, રાજીવ ગાંધીએ 17 હજારને માર્યા. હવે તમે જાતે જ નક્કી કરી લો કે વધુ ક્રુર કોણ છે." નલીન કટીલ ભાજપના 2 વખત સાંસદ રહ્યાં છે અને દક્ષિણ કન્નડથી ઉમેદવાર છે.

X
Modi's minister says Godse does not need forgiveness; Karnataka MPs compare Nathuram and Kasab with Rajiv Gandhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી