લોકસભા ચૂંટણી / સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપવી નકલી ભગવા આતંકવાદ વિરૂદ્ધનું અમારો સત્યાગ્રહ- અમિત શાહ

  • અંતિમ તબક્કાના મતદાનનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય તેના અડધા કલાક પહેલાં જ પત્રકાર પરિષદ
  • ભાજપ અધ્યક્ષે મોદી સરકારની ઉપલબ્ધિ ગણાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • મોદી-શાહની પ્રેસ કોન્ફરન્સ સમયે જ રાહુલની પણ પત્રકાર પરિષદ
  • રાહુલે કહ્યું- તમે રાફેલના મુદ્દે મારી સાથે જાહેરમાં ચર્ચા કેમ ન કરી?

DivyaBhaskar.com

May 17, 2019, 07:15 PM IST

નવી દિલ્હીઃ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રસંગે તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યાં હતા. ભાજપ અધ્યક્ષે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની એક વખત ફરી દેશમાં સરકાર બનવા જઈ રહી છે. તેઓએ કહ્યું કે સરકારનું કામ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યું છે. જો કે આ પત્રકાર પરિષદમાં વડાપ્રધાને એકપણ સવાલનો જવાબ ન આપ્યો. તેમને પૂછાતા સવાલના જવાબ પણ અમિત શાહે જ આપ્યા.

મોદીએ કહ્યું- ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. જેની સૌથી મોટી તાકાત શું છે? આ કોઈ રાજકીય પાર્ટીનું કામ નથી. મારું માનવું છે કે આપણે દેશને દુનિયાની સમક્ષ લઈ જવું જોઈએ. 2009 અને 2014ની ચૂંટણીના કારણે IPLની મેચ દેશની બહાર યોજાઈ હતી. સરકાર સક્ષમ હોય તો IPL, રમઝાન, બાળકોની પરીક્ષા અને નવરાત્રી પણ ચૂંટણી સમયે થાય છે.

17 મે, 2014થી ઈમાનદારીની શરૂઆત થઈ- મોદીઃ વડાપ્રધાને કહ્યું કે, "ગત વખતે 16 મેનાં રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. 17 મેનાં રોજ ઘણી જ મોટી કેઝ્યુઅલ્ટી થઈ હતી. સટ્ટાખોરોને તે દિવસે અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. પહેલાં જે સટ્ટા બજાર ચાલતું હતું તે કોંગ્રેસની 150 સીટ માટે અને ભાજપ માટે 118 અને 120 સીટ માટે ચાલતો હતો. મારા ખ્યાલથી જ ઈમાનદારીની શરૂઆત 17 મેથી જ થઈ હતી."

પ્રજ્ઞાને ઉતારવા નકલી ટેરર ચાર્જ વિરૂદ્ધ અમારું સત્યાગ્રહ- શાહઃ ભાજપ અધ્યક્ષે કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરને ઉતારવા નકલી ટેરર ચાર્જ વિરૂદ્ધ અમારો સત્યાગ્રહ છે. મારો કોંગ્રેસને સવાલ છે કે સમજૌતા એક્સપ્રેસમાં પહેલાં કેટલાંક લોકો પકડાયાં હતા, તેઓ LTTE સાથે સંબંધો ધરાવતા હતા. વિદેશી એજન્સીઓએ પણ કહ્યું છે કે તેમાં LTTE સાથે જોડાયેલાં લોકો હતા. ભગવા આતંકની વાત બકવાસ છે. અનેક લોકોને 5 લાખની સહાય આપીને છોડવામાં આવ્યા. આ મુદ્દો કોંગ્રેસ સરકારે ઉઠાવ્યો હતો. આ જે ઘટના ઘટી તે માટે કોંગ્રેસ અધ્યક્ષે દેશની માફી માગવી જોઈએ.

આઝાદી બાદ સૌથી મોટું ચૂંટણી અભિયાન- શાહઃ અમિત શાહે વધુમાં કહ્યું કે આજે એક ઘણાં લાંબા, પરિશ્રમી, સફળ અને વિજયી ચૂંટણી અભિયાન પછી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છીએ. આઝાદી પછી જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ તેમાં આ વખતનું ચૂંટણી પ્રચાર અભિયાન સૌથી મોટા ફલક પરનું હતું. મોદી સરકારને ફરીથી લાવવા માટે જનતાનો પરિશ્રમ સૌથી આગળ રહ્યો છે.

શાહે વધુમાં કહ્યું કે, અમારી સરકારને 5 વર્ષ સમાપ્ત થવા આવ્યાં છે. જનતાએ નરેન્દ્ર મોદીના પ્રયોગોને સ્વીકાર્યા છે. હું વિશ્વાસથી કહી રહ્યો છું કે 2014ની ચૂંટણીથી પણ વધુ બહુમતી મેળવી નરેન્દ્ર મોદી સરકાર ફરીથી સરકાર બનાવી રહ્યાં છે.

આ પહેલી ચૂંટણી જે મોંઘવારીના મુદ્દે નથી લડાઈ- શાહઃ ભાજપ અધ્યક્ષે કહ્યું કે, આ પહેલી એવી ચૂંટણી છે જ્યાં વિપક્ષ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચૂંટણી મુદ્દાઓ ન હતા. ઘણાં સમય પછી દેશની જનતાએ એવી ચૂંટણી જોઈ જેમાં આ મુદ્દાઓ જ ગાયબ હતા.

'આજે કોઈ અસુરક્ષિત અનુભવ નથી કરતા': શાહે કહ્યું કે, "દેશના સન્માનને ઉંચાઈ પર લઈ જવાનું કામ અમે કર્યુ છે. ભારતને એક વિશ્વ શક્તિની જેમ સ્વીકૃતિ અપાવવાનું કામ દેશે કર્યુ છે. આજે કોઈ પણ પોતાને અસુરક્ષિત નથી અનુભવી રહ્યું. બધાં જ જાણે છે કે મોદીજીના સરકારમાં અમે સુરક્ષિત છીએ. દેશમાં કોઈ પણ વસ્તુની વાત હોય ઈન્ફ્રાસ્ટ્રકચરની હોય, ગરીબીની હોય, ખેડૂતની હોય, આદિવાસીની હોય કે ગામડાંઓમાં ઓપ્ટિકલ ફાઈબર વ્યવસ્થાની હોય, બધે જ ક્ષેત્રે મોદી સરકારે કામ કર્યુ છે."

ફેબ્રુઆરીથી મે સુધીમાં વડાપ્રધાને 142 જનસભાઓ કરી- શાહઃ ભાજપ અધ્યક્ષે કહ્યું કે, "જનતાએ ફરી એક વખત મોદી સરકારનું સૂત્ર બદલીને વારંવાર મોદી સરકારનું સૂત્ર બનાવ્યું છે. વડાપ્રધાનના ચૂંટણી પ્રચારની વિગત આપું તો, લગભગ દેશનો કોઈ એવો ખૂણો બાકી રહ્યો નહીં હોય જેને ફેબ્રુઆરીથી મે સુધીમાં મુલાકાત ન કરી હોય. 28 માર્ચ, 2019થી મેરઠથી અમે ચૂંટણી અભિયાનની શરૂઆત કરી અને મોદીજીએ કુલ 142 જનસભાને સંબોધિત કરી. જેમાં 4 રોડ શો પણ હતા."

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી