ટેકો / મમતા દીદીને માયા અને કોંગ્રેસનું સમર્થન, બસપા પ્રમુખે કહ્યું- સવારે મોદીની રેલી હોવાથી રાતથી પ્રચાર પર પ્રતિબંધ

X

 • પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?- માયાવતી 
 • નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ભાજપ પર કાળો ધબ્બો- માયાવતી 
 • કોંગ્રેસ આજના દિવસને લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો 

Divyabhaskar

May 16, 2019, 05:55 PM IST

કોલકાતાઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ ભારતીય જનતા પાર્ટીને આડેહાથે લીધી છે. માયાવતીએ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો બચાવ કરતા કહ્યું કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદી, અમિત શાહ અને તેમના નેતાઓના નિશાને મમતા દીદી છે. માયાવતીએ કહ્યું કે, આ ખુબ જ ભયાનક અને ખોટો વ્યવહાર છે, જે દેશના વડાપ્રધાનની મર્યાદાની વિરુદ્ધ છે.તો બીજી તરફ કોંગ્રેસે પણ અન્ય દળો પર પ્રતિબંધ લગાવી ફક્ત પીએમ મોદીને જ રેલી માટે પરવાનગી અપાતા વાંધો ઉઠાવ્યો છે. 

પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ?- માયાવતી

 • માયાવતીએ કહ્યું કે, ચૂંટણી પંચે પશ્વિમ બંગાળમાં રાત્રે 10 કલાકે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ મોદીની દિવસે પશ્વિમ બંગાળમાં રેલીઓ હોવાના કારણે ચૂંટણી પંચે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. જો ચૂંટણી પંચને બેન જ લગાવવાનો હતો તો રાત્રે જ કેમ? 
 • માયાવતીએ આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે. જે એકદમ ખોટું છે. માયાવતીએ કહ્યું કે ચૂંટણી પંચનો આ વ્યવહાર ભારતીય લોકતંત્ર માટે જોખમ છે. તેમને ઉત્તરપ્રદેશમાં લોકતંત્રનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. 
2. નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ભાજપ પર કાળો ધબ્બો- માયાવતી
 • આ પહેલા બુધવારે બસપા સુપ્રીમો માયાવતીને કહ્યું કે, તેમના કાર્યકાળમાં ઉત્તરપ્રદેશમાં એક પણ હુલ્લડ થયું નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ઘણી હિંસા થઈ હતી. તેમને વધુમાં કહ્યું કે મોદી સાર્વજનિક પદ સંભાળવા માટે અયોગ્ય છે. માયાવતીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ભાજપ પર કાળો ધબ્બો છે. આ દરમિયાન સાંપ્રદાયિક હિંસા પણ થઈ હતી પરંતુ મારો કાર્યકાળ અરાજકતા અને હિંસા મુક્ત હતો. 
 • મહત્વનું છે કે બુધવારે પશ્વિમ બંગાળમાં 19મેના રોજ અંતિમ તબક્કામાં મતદાન માટે ચૂંટણી પ્રચાર પર ગુરુવારે રાતે 10 કલાકે પ્રતિબંધ લગાવી દેવાયો હતો. દેશમાં પહેલી વખતે અનુચ્છેદ 324નો ઉપયોગ કરીને ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે.ચૂંટણી પ્રચાર વાસ્તવમાં તો શુક્રવાર સાંજે પાંચ કલાકે પુરો થવો જોઈએ પરંત રાજ્યમાં પહેલાથી જ પ્રતિબંધ લગાવી દેવાયો છે. 
3. મોદીને પ્રચારની મંજૂરી આપતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો
 • કોંગ્રેસે ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભડકેલી હિંસા બાદ ચૂંટણી પંચે પશ્વિમ બંગાળમાં 16મેની રાતે જ ચૂંટણી પ્રચાર રોકવાના નિર્ણય અંગે સવાલો ઉઠાવ્યા છે. આ સાથે જ દાવો કર્યો છે કે આજે લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ છે. કારણ કે પંચે ફક્ત વડાપ્રધાનની રેલીઓને પ્રચાર કરવા માટે પરવાનગી આપી છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, લોકતંત્રના ઈતિહાસમાં આજે કાળો દિવસ છે. પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે કરેલા આદેશમાં અનુચ્છેદ 14 અને 21 હેઠળ જરૂરી સૂચનોનું પાલન નથી કરાયું આ ઉપરાંત પંચે સૌને સમાન તક  આપવાના કર્તવ્યનું પાલન પણ નથી કર્યું. જે બંધારણ સાથેનો વિશ્વાઘાત છે. 
 •  આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે, પીએમ મોદી અને અમિત શાહના વિરોધમાં  ચૂંટણી પંચમાં 11 ફરિયાદો પડી છે. પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાજપ દ્વારા હિંસા કરાઈ અને અમિત શાહે ધમકાવ્યા. પરંતું આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે પાછી મોદીજીને 16મી મે ના રોજ રેલી કરવાની પણ પરવાનગી મળી ગઈ છે અને અન્ય લોકો પર પ્રચાર કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી