વિવાદ / ભારતમાં હિન્દુ શબ્દનો જન્મ નથી થયો, આ મુઘલોએ આપ્યો; અંગ્રેજોએ તેને પ્રોત્સાહન આપ્યું: કમલ હાસન

Kamal Haasan says Word Hindu Is Not Indian, after Godse row

  • હાસને તમિળની એક કહેવત શૅર કરી ધર્મના મુદ્દે ટિપ્પણી કરી 
  • હાસન આ પહેલા નાથુરામ ગોડસેને પ્રથમ હિન્દુ આતંકી ગણાવી વિવાદોમાં ઘેરાયેલા છે 
     

divyabhaskar.com

May 18, 2019, 06:18 PM IST

ચેન્નઇઃ અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શનિવારે તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે, હિન્દુ શબ્દ ભારતનો નથી. આ શબ્દ આપણને મુઘલોએ આપ્યો અને બાદમાં અંગ્રેજોએ પોતાના રાજ દરમિયાન તેને પ્રોત્સાહન આપ્યું. તેઓએ કહ્યું કે, પહેલી સદીના તમિળ ભારતના અલવર (વૈષ્ણવ) અને નયનાર (શૈવ) પંરપરાએ પણ ક્યારેય ધર્મ માટે હિન્દુ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો.


હાસને ટ્વીટર પર તમિળ કહેવત પોસ્ટ કરીને કહ્યું કે, સમરસતાથી રહેવામાં જ કરોડો લોકોની ભલાઇ છે. તેઓએ વિચાર મુક્યો કે, કોઇ રાષ્ટ્રને ધાર્મિક આધારે સમેટી લેવો રાજકીય, આધ્યાત્મિક અને વાણિજ્યિક રીતે ખોટું છે.


ગોડસે પર નિવેદનથી વિવાદમાં
આ અગાઉ હાસને તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી અભિયાન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, આઝાદ ભારતનો પ્રથમ આતંકી એક હિન્દુ હતો. તેનું નામ નાથૂરામ ગોડસે હતું. અહીંથી આતંકવાદની શરૂઆત થઇ હતી. આ નિવેદન બાદ હાસનની ચારેતરફ ટિકા થઇ હતી. તેઓ નવેમ્બર 2017માં પણ હિન્દુ કટ્ટરવાર પર નિવેદન આપીને વિવાદોમાં ઘેરાયા હતા.

X
Kamal Haasan says Word Hindu Is Not Indian, after Godse row
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી