કાશ્મીર / ગુપ્તચર વિભાગની ચેતવણી- શ્રીનગર અને અવંતિપોરા એરબેઝ પર આતંકી હુમલો થઈ શકે છે

Intelligence department; Srinagar and Avantipora Airbase can be attacked by terrorists
X
Intelligence department; Srinagar and Avantipora Airbase can be attacked by terrorists

  • આ સપ્તાહે સુંજુવાન સૈન્ય છાવણીની બહાર એક શંકાસ્પદ વ્યક્તિ પણ પકડાયો હતો 
  • કાલે કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 6 આતંકીઓ ઠાર મરાયા હતા, કાશ્મીરની સુરક્ષામાં વધારો કરાયો 

Divyabhaskar

May 17, 2019, 04:15 PM IST

શ્રીનગરઃ ભારતીય ગુપ્તચર વિભાગે જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલાઓ થવાની આશંકાઓ અંગે ચેતવણી આપી છે. સરકારી સૂત્રો પ્રમાણે, આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને અવંતિપોરા એરબેઝ પર બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવાની શંકા વ્યક્ત કરી છે. ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળો હાઈએલર્ટ પર છે. બન્ને એરબેઝની સુરક્ષા વધારી દીધી છે. આ સપ્તાહે સુંજુવાન સૈન્યની છાવણીની બહાર એક શંકાસ્પદ વ્યક્તિ પણ પકડાયો હતો. 

કાશ્મીરમાં ગુરુવારે થયેલા બે અલગ અલગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના સ્થાનિક કમાંડર સહિત 6 આતંકી ઠાર મરાયા હતા. સાથે બે જવાનો પણ શહીદ થયા છે. પુલવામાના દલીપોરામાં આતંકીઓ એક ઘરમાં સંતાયા હતા. અહીં સવારે થયેલા એન્કાઉન્ટરનાં 3 આતંકીઓ ઠાર મરાયા હતા. સાંજે શોપિયાના હેનડીવ ગામમાં થયેલા એન્કાઉન્ટરમાં વધુ ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. જેને ધ્યાનમાં લેતા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. 
 
કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરાયો

2. જૈશ-હિઝબુલને નિશાન બનાવવાનું ચાલુ રાખશે

ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું કે, આજે અમે ઘણા આતંકીઓને ઠાર માર્યા છે. જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓને નિશાન બનાવવાનું ચાલુ જ રાખશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી