ગોવા / ગડકરી બોલ્યાં- મુખ્યમંત્રી માટે ગઠબંધન સરકાર ચલાવવું મુશ્કેલ, ધારાસભ્યોએ પક્ષપલ્ટાના તમામ રેકોર્ડ તોડ્યા

Gadkari said, it is difficult for the Chief Minister to run the coalition government in Goa

  • નીતિન ગડકરીએ કહ્યું- ગોવાના વિકાસ માટે સ્થાયી સરકારની જરૂર
  • જે રીતે અમેરિકાના લોકો સંબંધોને લઈને આડાઅવળા થાય છે તેવી જ રીતે ગોવાના ધારાસભ્યોમાં જોવા મળે છે
  • પણજી વિધાનસભા સીટ પર 19 મેનાં રોજ વોટિંગ, મનોહર પર્રિકરના નિધન બાદ સીટ ખાલી થઈ હતી

DivyaBhaskar.com

May 17, 2019, 10:32 AM IST

પણજીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત માટે ગઠબંધન સરકાર ચલાવવું મુશ્કેલ છે. ગઠબંધનના સભ્યોને એકજુટ રાખવા એક પડકાર છે. અહીંના ધારાસભ્યોએ પક્ષપલ્ટાના મામલે દેશના તમામ રેકોર્ડ તોડી દીધા છે.
ગડકરી ગુરૂવારે પણજી સીટ પર થનારી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સિદ્ધાર્થ કુંકોલિંકરના સમર્થનમાં સભા કરવા આવ્યા હતા. આ સીટ મનોહર પર્રિકરના નિધન બાદથી ખાલી છે. અહીં 19 મેનાં રોજ મતદાન થશે. ગડકરીએ કહ્યું કે ભવિષ્યમાં ગોવાના વિકાસ માટે સ્થાયી સરકાર હોવી જરૂરી છે.

'મુખ્યમંત્રીની સામે પડકાર રહેશે': ગડકરીના મત મુજબ, "જો પર્રિકરના વિઝનને આગળ લઈ જવાની વાત કરીએ તો મુખ્યમંત્રી સાવંતની આગળની યાત્રા આસાન નહીં હોય. તેમના માટે સહયોગીઓને સાથે લઈને ચાલવું મોટો પડકાર હશે. જો રાજ્યમાં અસ્થિરતા રહેશે તો વિકાસની ગતિ પર અસર પડશે. ત્યારે પેટાચૂંટણીનો સરકારના સ્થાયિત્વ સાથે સીધો સંબંધ છે."
"રાજ્યની પોતીની એક સાંસ્કૃતિક અને બૌદ્ધિક ઓળખ છે તેમ છતાં અહીં ધારાસભ્યો તોડવા તે સામાન્ય વાત છે. મને લાગે છે કે ગોવામાં અમેરિકાની અસર છે. અમેરિકામાં લગ્ન નથી થતા, સંબંધોને લઈને તેઓ આડાઅવળા થતા હોય છે. તેઓ હંમેશા હરિયાળીની તપાસમાં હોય છે. આવું જ ગોવાના ધારાસભ્યો કરે છે."

'હું નહોતો ઈચ્છતો કે પર્રિકર ગોવા જાય': ગડકરીએ વધુમાં કહ્યું કે પર્રિકરે મોટી કુરબાની આપી હતી. તેઓ રક્ષા મંત્રીનું પદ છોડીને રાજ્યના લોકો માટે મુખ્યમંત્રી બન્યાં. હું વ્યક્તિગત રીતે ઈચ્છતો ન હતો કે તેઓ ગોવાના રાજકારણમાં પરત ફરે, પરંતુ ગોવા તેમના દિલમાં હતું. તેઓ હંમેશા પોતાના લોકો માટે જ કામ કરવા ઈચ્છતા હતા. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, કોંગ્રેસે પેટાચૂંટણીમાં મોંસેરાતને ઉમેદવાર બનાવ્યાં છે તેમના પર દુષ્કર્મ સહિત અનેક ગુનાકિય કેસ છે. ગોવાના પૂર્વ સંઘ પ્રમુખ સુભાષ વેલિંગકર પણ ગોવા સુરક્ષા મંચની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં, જે ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ છે.

વિધાનસભાની સ્થિતિઃ 40 સભ્યવાળા ગોવા વિધાનસભામાં હાલ 36 ધારાસભ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું 17 માર્ચે અને ભાજપના ધારાસભ્ય ફ્રાંસિસ ડિસોઝાનું ગત મહિને નિધન થયું હતું. કોંગ્રેસના 2 ધારાસભ્ય સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્ટેએ ગત વર્ષે રાજીનામું આપ્યું હતું.

X
Gadkari said, it is difficult for the Chief Minister to run the coalition government in Goa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી