મોદીને ક્લિન ચીટ / ચૂંટણી પંચમાં જ મતભેદ, કમિશનર લવાસાનો બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર

Election Commissioner Ashok Lavasa Opts Out Of Meetings Over Clean Chits to PM Modi

  • અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે, તેમની માંગણી પ્રમાણેની વ્યવસ્થા ન થઈ હોવાથી તેઓ બેઠકમાં સામેલ નહીં થાય
  • લવાસાના જણાવ્યા પ્રમાણે મોદીને ક્લિન ચીટ આપવા મામલે અસહમતી દર્શાવ્યા પછી બેઠકથી દૂર રહેવાનું પ્રેશર બનાવવામાં આવ્યું

divyabhaskar.com

May 19, 2019, 01:00 AM IST

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે જ કેન્દ્રીય ચૂંટણી પંચની અંદર જ વિવાદ શરૂ થઈ ગયો છે. ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આચાર સંહિતાના ભંગની બાબત સાથે સંકળાયેલી પંચની બેઠકો અને કાર્યવાહીનો બહિષ્કાર કરી દીધો છે. તે આ બાબતોથી જોડાયેલા આદેશોમાં તેમની અસંમતિ સામેલ નહીં કરાવાથી નારાજ છે. લવાસાએ કહ્યું કે તેમણે બેઠકોથી દૂર રહેવા પર મજબૂર કરાઈ રહ્યા છે.

વિવાદ સામે આવ્યા પછી શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) સુનીલ અરોરાએ કહ્યું કે પંચના ત્રણો સભ્યો પાસે એકબીજાના ક્લોન હોવાની આશા રાખી સખાય નહીં. જરૂરી નથી કે ત્રણે એક જેવું વિચારે. ભૂતકાળમાં પણ અનેક વખત તેમના વિચારોમાં વિવિધતા રહી છે.એવું બની શકે છે અને હોવું પણ જોઈએ. પરંતુ સભ્યોના અલગ મત નિવૃત્તિ સુધી પંચની અંદર જ રહ્યા છે. નિવૃત્તિના ઘણા સમય પછી સંબંધિત ચૂંટણી કમિશનર-મુખ્ય ચૂંટણી અધિકારી તેમના પુસ્તકોમાં તેનો ઉલ્લેખ કરે છે.’

પંચ પર વર્તમાન સમયમાં કામના દબાણનો ઉલ્લેખ કરતા અરોરાએ કહ્યું કે હું વ્યક્તિગત રીતે ક્યારેય જાહેર ચર્ચાથી દૂર નથી રહ્યો, પરંતુ દરેક વસ્તુનો એક સમય હોય છે. પંચની આંતરિક બાબતો સાથે સંકળાયેલા વિવાદમાં મીડિયામાં આવવું અનિચ્છનિય અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ બધા વિવાદો પર ચર્ચા માટે પંચે 21 મેએ બેઠક બોલાવી છે.

એકમત ન હોય ત્યારે બહુમતીથી નિર્ણય માનવાનો નિયમ છે : ચૂંટણી પંચની કાર્યપ્રણાલીને સંચાલન કરનારા નિયમોમાં કહેવાયું છે કે પ્રાથમિક્તા એકમતવાળા વિચારોને આપવી જોઈએ. પરંતુ એકમત ન હોય તો બહુમતનો નિર્ણય આપવો જોઈએ. ચૂંટણી પંચની લીગલ ડિવિઝનનો મત છે કે અસંમતિ રેકોર્ડ કરી શકાય નહીં. આચાર સંહિતાનો ભંગ અર્ધ ન્યાયિક સુનાવણીનો ભાગ નથી. મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર તેના પર હસ્તાક્ષર કરે છે. સંબંધિત પક્ષોને બહુમતીના મતની માહિતી આપી દેવાય છે. અસંમતિનો મત ફાઈલ પર નોંધાયેલો રહે છે. તે જાહેર કરાતો નથી.

લવાસા ઈચ્છે છે કે બહુમતીની સાથે અસંમતિનો મત પણ નિર્ણયમાં આવે : લવાસાની દલીલ છે કે ચૂંટણી પંચ બહુ સભ્યોવાળું પંચ છે. મોટાભાગના બહુ સભ્યોવાળા પંચમાં બહુમતીના આધારે જ નિર્ણય લેવાય છે. પરંતુ તેમાં અસંમતિના મતને પણ રેકોર્ડ પર લેવામાં આવે છે. લવાસાને પૂછવામાં આવ્યું કે કોઈ કાયદામાં તેનો ઉલ્લેખ છે તો તેમણે કહ્યું કે કાયદામાં એવો કોઈ નિયમ નથી, પરંતુ પરંપરા એ જ રહી છે. જોકે, આ મુદ્દાને ચૂંટણી પંચની આંતરિક બાબત ગણાવી તેમણે વધુ કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો.

મોદી અને અમિત શાહને 11 ક્લીનચીટ પર લવાસા અસંમત હતા
સૂત્રો મુજબ લવાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને આચાર સંહિતા ભંગના આરોપો સાથે સંબંધિત 11 બાબતોમાં ક્લિનચીટ આપવા પર અસંમતિ વ્યક્ત કરી હતી. કોંગ્રેસ તરફથી કરાયેલી ફરિયાદો પર પંચે આ બંને નેતાઓને ક્લિનચીટ આપી દીધી હતી.

ચૂંટણીના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગ્રૂપ બનશે
અરોરાએ જણાવ્યું કે 14 મેએ પંચની છેલ્લી બેઠકમાં એકમતે નક્કી થયું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન સામે આવેલા મુદ્દાઓ પર ચર્ચા માટે વિવિધ જૂથ રચાશે. આ દરમિયાન ચિન્હિત કરાયેલા 13 મુદ્દા-ક્ષેત્રોમાં આચાર સંહિતા ભંગનો પણ સમાવેશ થતો હતો.

આયોગને કોઇ ભાષણમાં ઉલ્લંઘન જેવું ના મળ્યું

  • સૂત્રોના જણાવ્યા અનુસાર, લવાસાએ વડાપ્રધાનના ચાર ભાષણો અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભાષણને ક્લિન ચીટ આપવાના મામલે અસહમતિ દર્શાવી હતી. ફૂલ કમિશન (મુખ્ય ચૂંટણી પંચ સહિત બે અન્ય કમિશન)ની મીટિંગમાં 2:1ના નિર્ણયથી મોદીને ક્લિન ચીટ આપવામાં આવી હતી. અન્ય કમિશનરોને આ નેતાઓના ભાષણમાં આચાર સંહિતાના ઉલ્લંઘન જેવી કોઇ બાબત જોવા મળી નહતી.
  • ચૂંટણી આયોગે 4 મેના રોજ કહ્યું હતું કે, મોદીએ ગુજરાતના પાટણમાં 21 એપ્રિલના રોજ થયેલી ચૂંટણી રેલી દરમિયાન આપેલા ભાષણમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કર્યુ. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સુરક્ષિત મુક્ત કરવા પાકિસ્તાનને ઝૂકાવી દીધું હતું.
  • આ છઠ્ઠીવાર હતું જ્યારે પંચ મોદીને તેમના ભાષણ માટે ક્લીન ચીટ આપી હતી. આ પ્રકારે આયોગને મોદીના નાંદેડ, મહારાષ્ટ્રમાં આપેલા ભાષણમાં પણ કંઇ અનુચિત લાગ્યુ નહતું. અહીં મોદીએ કોંગ્રેસને ડૂબતું વહાણ ગણાવ્યું હતું.
  • આ અગાઉ પંચે મોદીને વર્ધામાં 1 એપ્રિલની ચૂંટણીમાં આપેલા ભાષણને લઇને ક્લિન ચીટ આપી હતી. અહીં તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર લઘુમતિ બહુમતવાળી કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડવાને લઇને નિશાન સાધ્યું હતું.
  • આયોગે મોદીને લાતૂરમાં 9 એપ્રિલના રોજ ચૂંટણી રેલી દરમિયાન આપેલા ભાષણને લઇને પણ ક્લિન ચીટ આપી હતી. અહીં મોદીએ પહેલીવાર મતદાતાઓને પુલવામા શહીદોના નામે વોટ કરવાની અપીલ કરી હતી.

કોંગ્રેસે કહ્યું - પંચ મોદીના હાથની કઠપૂતળી બન્યું

ચૂંટણી પંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથની કઠપૂતળી બની ગયું છે. આ ચૂંટણી આયોગ છે કે ચૂક આયોગ. બંધારણીય એકમ હોવાના કારણે લઘુમતીનો નિર્ણય પણ રેકોર્ડ કરવો જોઈએ, પરંતુ મોદી-શાહની જોડીને બચાવવા માટે આ પરંપરા તોડાઈ છે. - રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ

X
Election Commissioner Ashok Lavasa Opts Out Of Meetings Over Clean Chits to PM Modi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી