લોકસભા ચૂંટણી / ભાજપને બહુમતી ન મળવાની શકયતાના પગલે કોંગ્રેસે 23 મેના રોજ એનડીએના વિરોધી પક્ષોની બેઠક બોલાવી

Congress on May 23 called a meeting of anti-NDA parties, due to the possibility of BJP getting majority

  • આ મામલાને સભાળવા માટે કોંગ્રેસે ચાર નેતાઓની ટીમ બનાવી 
  • તેમાં અહમદ પટેલ, પી. ચિંદમ્બરમ, ગુલામ નબી આઝાદ અને અશોક ગહલોતનો સમાવેશ

Divyabhaskar.com

May 16, 2019, 08:37 PM IST

નવી દિલ્હીઃ યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એનડીએના વિરોધી પક્ષોની 23મેના રોજ બેઠક બોલાવી છે. આ દિવસે ચૂંટણીના પરિણામો પણ જાહેર થનાર છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસનું માનવું છે કે ભાજપને આ વખતે બહુમતી મળશે નહિ. આ કારણે યુપીએના અધ્યક્ષે સેક્યુલર પાર્ટીઓના નેતાઓને આમંત્રણ મોકલાવ્યું છે. તેમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિન, રાજદ અને ટીએમસીના નેતા સામેલ છે.

આ મામલાને સભાળવા માટે કોંગ્રેસે ચાર નેતાઓની ટીમ બનાવી છે. તેમાં અહમદ પટેલ, પી. ચિંદમ્બરમ, ગુલામ નબી આઝાદ અને અશોક ગહલોતનું નામ છે. જોકે કોંગ્રેસ બીજી પાર્ટીઓના નેતાઓને બદલાતા વલણ પર સતત નજર રાખી રહી છે. તેમાં તેલંગાનાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર)નું નામ સામેલ છે.

ત્રીજા મોરચાને લઈને કેસીઆરે સ્ટાલિન-વિજયન સાથે મુલાકાત કરી હતી

રાવે કેરળના મુખ્યમંત્રી પી.વિજયન અને ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય ત્રીજા મોરચાની સરકારની રચના કરવાનો હતો. રિપોર્ટ તો એવો પણ છે કે મુખ્યમંત્રી રાવ અને વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગમોહન રેડ્ડીને પણ યુપીએ પ્રમુખને નિમંત્રણ મોકલ્યું હતું. જોકે તેની પુષ્ટિ કરવામાં આવી નથી. કેસીઆરની પાર્ટી તેલંગાના રાષ્ટ્રપતિ સિમિતિએ એમ પણ કહ્યું હતું કે ત્રીજા મોરચાની સરકારની રચના માટે અમે કોંગ્રેસનો સાથ લઈ શકીએ છે, જોકે રાહુલ ગાંધીને નેતૃત્વ સોપવા પર પાર્ટીને વાધો છે.

X
Congress on May 23 called a meeting of anti-NDA parties, due to the possibility of BJP getting majority
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી