વિવાદ / ગોડસેને દેશભક્ત કહ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી કહ્યું ગાંધીજીએ જે કર્યું એ ભુલી ના શકાય

X

  • સાધ્વી પ્રજ્ઞાએ ગુરૂવારે માલવામાં ભાજપના પ્રચાર વખતે ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા
  • ભાજપે કહ્યું- અમે સાધ્વી પ્રજ્ઞાના નિવેદન સાથે સહમત નથી

Divyabhaskar

May 17, 2019, 03:57 AM IST

નેશનલ ડેસ્કઃ ભોપાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે ગુરૂવારે કહ્યું કે નથુરામ ગોડસે સૌથી મોટા દેશભક્ત હતા, છે અને રહેશે. પ્રજ્ઞાને મક્કલ નિધિ મૈયમના અધ્યક્ષ અને દક્ષિણના સુપર સ્ટાર કમલ હસનના નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો હતો. જો કે પ્રજ્ઞાના આ નિવેદનથી ખુબ મોટો વિવાદ સર્જાયો હતો અને ભાજપ પણ નારાજ હોવાથી મોડી રાતે સાધ્વીએ માફી માંગી હતી. પ્રજ્ઞાએ કહ્યું કે ગાંધીજીએ જે કર્યું એ ભુલી ના શકાય.

સાધ્વી પ્રજ્ઞાએ વધુમાં ઉમેર્યું કે આ મારો પોતાનો વિચાર છે. મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચડાવનો ન હતો. જો કોઈને મારા આ નિવેદનથી ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગું છું. કમલ હસને નાથુરામ ગોડસેને પ્રથમ હિંદૂ આતંકવાદી કહ્યાં હતા. આ અંગે પ્રજ્ઞાએ મીડિયાને નિવેદન આપ્યું હતું. જોકે ચૂંટણી આયોગે મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે આ મામલામાં શુક્રવાર સુધીમાં રિપોર્ટ માંગ્યો છે. 

1

નવજોત કૌરની અમરિંદરને સલાહ- મહિલાઓનું સન્માન કરો

નવજોત કૌરની અમરિંદરને સલાહ- મહિલાઓનું સન્માન કરો

નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરે કહ્યું કે તેઓ અમૃતસરથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતી પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તે ત્યાંથી ચૂંટણી નહીં જીતી શકે. નવજૌત કૌરનું કહેવું છે કે મુખ્યમંત્રી આમ તો મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય છે. તેઓએ મહિલાઓનું સન્માન પણ કરવું જોઈએ. 

2

સિદ્ધુએ કહ્યું- 2014માં મોદી ગંગાના લાલ બનાવીને આવ્યાં હતા, હવે રાફેલના દલાલ બનીને જશે

સિદ્ધુએ કહ્યું- 2014માં મોદી ગંગાના લાલ બનાવીને આવ્યાં હતા, હવે રાફેલના દલાલ બનીને જશે

પંજાબના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદીને રાફેલના મુદ્દે ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. તેમનું કહેવું છે કે રાહુલજી ઘણી મોટી વાત છે તેઓ તોપ છે અને હું એકે-47 છું. 2014માં મોદી ગંગાના લાલ બનીને આવ્યાં હતા, પરંતુ 2019માં રાફેલના દલાલ બનીને જશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ મોદી સાથે તે વાત પર પણ ચર્ચા કરવા તૈયાર છે જેમાં તેઓએ કહ્યું હતું કે ન ખાઈશ, ન ખાવા દઈશ. સિદ્ધુનું કહેવું છે કે જો તેઓ ચર્ચામાં હાર્યા તો હંમેશા માટે રાજકારણ છોડી દશે. 

3

કમલ હાસન પર જૂતું ફેંકાયુ

કમલ હાસન પર જૂતું ફેંકાયુ

તમિલનાડુના મદુરાઈમાં બુધવારે એક ચૂંટણી સભા દરમિયાન મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક અને અભિનેતા કમલ હાસન પર જૂતું  ફેંકવામાં આવ્યું હતું. જો કે જૂતું તેમને વાગ્યું ન હતું. આ ઘટના બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 12મેના રોજ હાસને અવરાકુરિચિમાં નિવેદન આપ્યું હતું કે, આઝાદ ભારતનો પહેલો આતંકી હિન્દુ હતો. જેનું નામ નથ્થુરામ ગોડસે હતું. અહીંથી જ આતંકવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદથી જ ભાજપ, અન્નદ્રમુક, સંઘ અને હિન્દુ મહાસભા હાસનની વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે.

હાસને મદુરઈ પાસે તિરુપુરનકુંદ્રમમાં જનસભા સંબોધતા કહ્યું કે, મેં અરાવકુરિચિમાં જે કહ્યું હતું તેનાથી ભાજપ સહિત અન્ય દળોમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ હાસને કહ્યું કે તેમને ત્યાં ઐતિહાસિક સત્યનો જ ઉલ્લેખ કર્યો હતો. મારો હેતુ વિવાદ ઊભો કરવાનો ન હતો. તે નિવેદનનો કોઈ જાતિ અને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. 
 

4

ગુલામનબીએ કહ્યું- અમે PM પદનો ત્યાગ કરવા પણ તૈયાર, અમારું એક જ લક્ષ્ય NDAને સરકાર બનાવવાથી રોકવી

ગુલામનબીએ કહ્યું- અમે PM પદનો ત્યાગ કરવા પણ તૈયાર, અમારું એક જ લક્ષ્ય NDAને સરકાર બનાવવાથી રોકવી

કોંગ્રેસ મહાસચિવ ગુલામનબી આઝાદે કહ્યું કે અમારું લક્ષ્ય એનડીએને કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાથી રોકવાનું છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પછી કોઈ કોંગ્રેસના પક્ષમાં લોકોની સહમતી બનશે તો જ તેઓ સરકારનું નેતૃત્વ કરવા માટે તૈયાર થશે, પરંતુ જો વડાપ્રધાન પદની ઓફર નહીં મળે તો પણ તેમના પક્ષ માટે આ વાત કોઈ મોટો મુદ્દો નહીં હોય. 

 

 

5

નીતિશનો લાલુ પર કટાક્ષ, કહ્યું- પત્નીને ખુરશી તો અપાવી દીધી પરંતુ અન્ય મહિલાઓને શું મળ્યું?

નીતિશનો લાલુ પર કટાક્ષ, કહ્યું- પત્નીને ખુરશી તો અપાવી દીધી પરંતુ અન્ય મહિલાઓને શું મળ્યું?
  • મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે જહાનાબાદમાં ચૂંટણી સભાને સંબોધિત કરી છે. તેમણે કહ્યું કે, 15 વર્ષ સુધી બિહારની જનતાએ પતિ-પત્નીને તક આપી, પરંતુ તેમને જનતા માટે શું કર્યુ? 7 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ જેલમાં જવું પડે તો પત્નીને મુખ્યમંત્રી બનાવી દીધા અને કહ્યું કે મહિલાને મુખ્યમંત્રી બનાવી દીધા છે. 
  • નીતિશે કહ્યું કે, ખુરશી તો અપાવી દીધી, પરંત અન્ય મહિલાઓ માટે શું કર્યુ? જ્યારે અમારી સરકાર બની તો મહીલાઓને પંચાયતી રાજમાં અનામત આપવામાં આવી છે. દલિત અને મહાદલિત વર્ગની મહિલાઓ જનપ્રતિનિધિ બનીને સમાજ સેવા કરી રહી છે. નીતિશ જહાનાબાદથી JDU ઉમેદવાર ચંદ્રવંશીના પક્ષમાં સભા કરવા પહોંચ્યા હતા. 
     
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી