• Home
  • National
  • Andhra Pradesh CM N. Chandrababu Naidu meet Congress President Rahul Gandhis residence

મિશન સરકાર / નાયડૂએ દિલ્હીમાં રાહુલ-પવાર સાથે મુલાકાત કર્યા પછી લખનઉમાં અખિલેશ સાથે કરી મુલાકાત

Andhra Pradesh CM N. Chandrababu Naidu meet Congress President Rahul Gandhis residence

  • નાયડૂએ રાહુલને કહ્યું- આપણે ચૂંટણી પરિણામો માટે રાજનીતિ રીતે તૈયાર રહેવું જોઈએ
  • યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ 23 મેના રોજ નોન-એનડીએ પક્ષની બેઠક બોલાવી 

divyabhaskar.com

May 18, 2019, 07:51 PM IST

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરો થતાં જ વિપક્ષી નેતાઓ એક્ટિવ થઈ ગયા છે. કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી મળતી ન દેખાતી હોવાથી વિપક્ષી પાર્ટીઓ 'મિશન સરકાર' અભિયાન અંર્તગત સક્રિય થઈ ગઈ છે. તેલુગુ દેશમ પાર્ટી (ડીટીપી) પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિપક્ષી નેતાઓને એકજૂથ કરવાની કવાયત અંર્તગત તેમને મળવાની શરૂઆત કરી દીધી છે.

દક્ષિણના 2 મોટા નેતા મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ અને ટીઆરએસના અધ્યક્ષ ચંદ્રશેખર રાવ વિપક્ષને એક જૂથ કરવા 'મિશન સરકાર' અભિયાનમાં નીકળ્યા છે. ચંદ્રાબાબુ નાયડૂએ આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાકપાના નેતા સુધાકર રેડ્ડી અને ડી. રાજા સાથે મુલાકાત કરી હતી. ચંદ્રાબાબુએ શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.

નાયડૂએ દિલ્હીમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર અને એલજેડી નેતા શરદ યાદવ સાથે મુલાકાત કરી હતી અને ત્યારપછી તેઓ લખનઉ માટે રવાના થયા હતા. અહીં તેઓ બસપા પ્રમુખ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.

રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંદ્રાબાબુએ રાહુલ ગાંધીને કહ્યું છે કે, અમે ચૂંટણી પરિણામ માટે રાજકીય રીતે તૈયાર રહેવા માંગીએ છીએ. જો ભાજપ બહુમત ચૂકશે તો આપણે સરકાર બનાવવા માટે મજબૂત દાવો રજૂ કરવાની તૈયારી પહેલેથી જ કરી લેવી જોઈએ.

સોનિયાએ 23 મેના રોજ બોલાવી નોન-એનડીએ પક્ષની બેઠક

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ 23 મેના રોજ નોન-એનડીએ પક્ષની બેઠક બોલાવી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસનું માનવું છે કે, ભાજપને આ વખતે બહુમતી નહીં મળે. તેને ધ્યાનમાં રાખીને જ યુપીએ પ્રમુખે સેક્યુરલર પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું છે. તેમાં શરદ પવાર, દ્રમુક પ્રમુખ એમકે સ્ટાલિન, આરજેડી અને ટીએમસી નેતા સામેલ છે. તે માટે કોંગ્રેસે ચારેય નેતાઓની ટીમ બનાવી છે. તેમાં અહમદ પટેલ, પી. ચિંદબરમ, ગુલામ નબી આઝાદ અને અશોક ગહેલોત છે.

543માંથી 180 સીટ પર સ્થાનિક પાર્ટીઓનો પ્રભાવ

543 લોકસભા સીટમાંથી 180 સીટ પર સ્થાનિક પાર્ટીઓનો પ્રભાવ છે. આ લોકસભા ચૂંટણીમાં આ પાર્ટીઓ કેટલી સીટ જીતશે તેનાથી જ તેની ભૂમિકા નક્કી થશે.

રાજ્ય કુલ સીટ મુખ્ય સ્થાનિક પાર્ટી
ઉત્તર પ્રદેશ 80 સપા-બસપા
બંગાળ 42 તૃણમૂલ
આંધ્ર 25 ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ
ઓરિસ્સા 21 બીજેડી
તેલંગાણા 17 ટીઆરએસ, ટીડીપી


X
Andhra Pradesh CM N. Chandrababu Naidu meet Congress President Rahul Gandhis residence

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી