ચંદીગઢ / અમરિંદરે કહ્યું- મેં નવજોત કૌરની ટિકિટ નથી કાપી, પંજાબમાં કોંગ્રેસ હારશે તો CM પદેથી રાજીનામું આપી દઈશ

Amrinder said - I did not cut Dr. Navjot's ticket;

  • ડૉ. નવજોત સિદ્ધુએ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી અમરિંદર સિંહના કારણે તેમને ચંદીગઢથી ટિકિટ ન મળી
  • કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું- આરોપ ખોટા છે, ટિકિટ મેં નહીં હાઈકમાન્ડે નક્કી કરી હતી
  • સિદ્ધુએ કહ્યું મારી પત્નીમાં સાચું બોલવાનું સાહસ છે

DivyaBhaskar.com

May 17, 2019, 09:33 AM IST

ચંદીગઢઃ પંજાબના કેબિનેટ મિનિસ્ટર નવજોતસિંહ સિદ્ધુના પત્ની ડૉ. નવજૌત કૌર સિદ્ધુને ચંદીગઢ સીટ પરથી ટિકિટ ન મળવાનો વિવાદ વધી રહ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરૂવારે કહ્યું કે, "સિદ્ધુની પત્નીને ચંદીગઢથી ટિકિટ ન મળી તેમા મારો કોઈ જ રોલ નથી, બધું પાર્ટી નેતૃત્વએ નક્કી કર્યુ છે." આ અંગે સિદ્ધુએ કહ્યું કે મારી પત્નીમાં સત્ય બોલવાનું સાહસ છે તે ક્યારેય ખોટું નથી બોલતી. નવજૌત કૌરે આરોપ લગાવ્યો હતો કે તેમની ટિકિટ કેપ્ટનના કારણે કપાઈ છે.
અમરિંદર સિંહે જણાવ્યું કે, "મારું માનવું છે કે ચંદીગઢની સીટ માટે ડૉ. નવજૌર કૌર સિદ્ધુથી વધુ સારા ઉમેદવાર પવન બંસલ છે. સિદ્ધુની પત્નીને અમૃતસર અને ભઢિંડા એમ બંને જગ્યાની ટિકિટની ઓફર કરાઈ હતી પરંતુ તેઓએ મનાઈ કરી હતી. કયા ઉમેદવારને ક્યાંથી ચૂંટણી લડાવવા તેનો નિર્ણય દિલ્હી સ્થિત પાર્ટી હાઈકમાન્ડ કરે છે. હાઈકમાન્ડરે ડૉ. સિદ્ધુને ચંદીગઢથી નહીં લડાવવાનો નિર્ણય કર્યો હતો. ચંદીગઢ પંજાબ હેઠળ નથી આવતું, એવામાં ત્યાંથી કોણ ચૂંટણી લડશે, કોણ નહીં તે અંગેનો નિર્ણય હું ન કરી શકું." કેપ્ટનને કહ્યું કે જો તેમને ચંદીગઢમાંથી ડૉ. સિદ્ધુને ટિકિટ આપવા અંગે પૂછ્યું હોત તો હું સ્પષ્ટ રીતે પવન બંસલ જ યોગ્ય ઉમેદવાર છે તેવો મત રજૂ કરત. ચંદીગઢ સીટ પર ભાજપના હાલના સાંસદ કિરણ ખેર અને કોંગ્રેસના પૂર્વ રેલ મંત્રી પવન કુમાર બંસલ મેદાનમાં છે. તો પાર્ટીએ અમૃતસર સીટ પરથી ગુરજીત સિંહને ટિકિટ આપી છે.

હાર-જીત માટે તમામની જવાબદારી હશેઃ કેપ્ટને કહ્યું કે તમામ મંત્રીઓ, ધારાસભ્યોની સાથે તે પણ પાર્ટી કેન્ડિડેટ્સની હાર-જીત માટે જવાબદાર હશે. પાર્ટીનું પર્ફોમન્સ ખરાબ રહેશે તો તેઓ પોતાની ખુરસી છોડી દેશે. પાર્ટી હાઈકમાન્ડે તમામ ધારાસભ્યો અને મંત્રીઓની જવાબદારી નક્કી કરી છે.

ડૉ. નવજોતે અમરિંદર પર આરોપ લગાવ્યા હતાઃ ડૉ. નવજોતે કહ્યું હતું કે કેપ્ટન અને આશા કુમારીએ મારી અમૃતસરની ટિકિટ એમ કહિને કાપી કે રેલ દુર્ઘટનાને કારણે મેડમ સિદ્ધુ જીતી નહીં શકે. જે લોકો વિચારે છે કે અમે સક્ષમ નથી તો પછી તેના માટે કંઈ કરવાનો શું ફાયદો છે? ડૉ નવજોત પતિ સિદ્ધુને પંજાબમાં પ્રચારની તક આપવાને લઈને પણ ગુસ્સામાં છે. તેઓએ કહ્યું કે કેપ્ટને કહ્યું હતું કે તેઓ પંજાબની 13માંથી 13 સીટ જીતી રહ્યાં છે તેને અન્ય કોઈની મદદ નથી જોઈતી.

X
Amrinder said - I did not cut Dr. Navjot's ticket;

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી