• Gujarati News
  • National
  • Modi's 142 Rallies; BJP Is Close To Victory On 111 Seats; Rahul Made 129 Meetings, Congress Got Only 16 Seats

મોદીની 142 રેલીઓથી ભાજપ 111 બેઠકો પર જીતની નજીક; રાહુલે 129 સભાઓ કરી, કોંગ્રેસને ફક્ત 16 બેઠકો પર ફાયદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  મોદીએ 28 માર્ચથી પ્રચાર અભિયાન શરૂ કર્યુ, રાહુલે 11 માર્ચથી પ્રચાર શરૂ કર્યો હતો. 
  •  રાહુલે રેલીઓથી કોંગ્રેસને મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કોઈ ફાયદો નહીં

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચારમાં 50 દિવસમાં 142 રેલીઓ કરી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 67 દિવસમાં 129 રેલીઓ કરી હતી. મોદીએ સૌથી વધારે 31 રેલીઓ ઉત્તરપ્રદેશ અને 17 રેલીઓ પશ્વિમ બંગાળમાં કરી હતી. રાહુલે મધ્યપ્રદેશમાં 18 અને ઉત્તરપ્રદેશમાં 17 રેલીઓને સંબોધિત કરી હતી. મોદીએ રેલી કરી જે બેઠકોને કવર કરી, તેમાંથી 111 સીટ પર ભાજપ જીતની નજીક છે. ગત વખતે ભાજપે આમાથી 92 બેઠકો પર જીત મેળવી હતી. રાહુલે આ વખતે 129 રેલીઓ આધારે જે 120 બેઠકોને કવર કરી છે તેમાંથી કોંગ્રેસ ફક્ત 16 બેઠકો પર આગળ છે. ગત વખતે કોંગ્રેસે આ 120માંથી 22 બેઠકો પર જીત મેળવી હતી.

1) મોદીએ 5 રાજ્યોમાં 75 રેલીઓ કરી, જેની 49 બેઠકો પર BJP આગળ

મોદીએ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં 75 રેલીઓ કરી હતી. આ પાંચ રાજ્યોમાં ભાજપ 49 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે રાહુલે કુલ 5 રાજ્ય- મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કેરળ અને કર્ણાટકમાં 64 રેલીઓ કરી અને કોંગ્રેસ અહીં 10 બેઠકો  પર આગળ ચાલી રહી છે. 

10 માર્ચે આચાર સંહિતા લાગુ થયાના બીજા જ દિવસે 11 માર્ચથી રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. રાહુલે દિલ્હીથી પ્રચાર શરૂ કર્યો અને છેલ્લી રેલી હિમાચલ પ્રદેશના શિમલામાં કરી હતી. રાહુલે 67 દિવસોમાં 1,23,466 કિમીની મુસાફરી કરી અને 26 રાજ્યોને કવર કર્યા. મોદીએ 28 માર્ચથી મેરઠથી પ્રચાર શરૂ કર્યો છે અને છેલ્લી રેલી 17 મેના રોજ મધ્યપ્રદેશના ખરગોનમાં કરી હતી. આ દરમિયાન મોદીએ 27 રાજ્યોને કવર કર્યા અને 1,33,329 કિમીની મુસાફરી કરી હતી. 

મોદીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન સૌથી વધારે 31 રેલીઓ યુપીમાં કરી હતી.આવું એટલા માટે કર્યું કારણ કે 2014ની ચૂંટણીમાં ભાજપ ગઠબંધને અહીંની 80માંથી 73 બેઠકો જીતી હતી. જેના માટે વડાપ્રધાન પોતે બીજી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ઉત્તરપ્રદેશ બાદ મોદીએ પશ્વિમ બંગાળમાં સૌથી વધારે 17 રેલીઓ કરી હતી. આ જ કારણ છે કે આ વખતે ભાજપે પશ્વિમ બંગાળમાં 23 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. 

રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમં સૌથી વધારે 18 રેલીઓ કરી હતી. કોંગ્રેસ અહીં 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે. ગત વખતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અહીંથી બે બેઠક ગુના અને છિંદવાડા જ જીતી શકી હતી. આ વખતે રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ સારા પ્રદર્શનની આશા છે. રાહુલે ઉત્તરપ્રદેશમાં 12 રેલીઓ કરી. જેમાંથી 2-2 વખત અમેઠી અને રાયબરેલીમાં રેલી કરી. અમેઠીથી ખુદ રાહુલ જ્યારે રાયબરેલીથી માતા સોનિયાએ ચૂંટણી લડી હતી. આ બન્ને રાજ્યો સિવાય રાહુલે રાજસ્થાનમાં પણ 12 રેલીઓ કરી અને તેનું કારણ પણ એ જ છે કે તાજેતરમાં જ અહીં કોંગ્રેસની સરકાર બની છે.   

મોદીએ 2014માં 140 લોકસભા બેઠકો રેલી કવર કરી હતી. જેમાંથી ભાજપે 92 બેઠકો પર જીત નોંધાવી હતી. જેમાંથી 66 નવી બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે તે પોતાની જુની 26 બેઠકો બચાવવા માટે સફળ રહી હતી. મોદીએ જ્યાં રેલીઓ કરી હતી, ત્યાં કોંગ્રેસ ફક્ત 9 બેઠકો જ જીતી શકી હતી. 

રાજ્ય

કેટલી બેઠક પર રેલી

2014માં ભાજપે કેટલી સીટ જીતી

2019માં ભાજપ કેટલી સીટ પર આગળ

ઉત્તરપ્રદેશ

31

26

18

બંગાળ

17

2

10

મધ્યપ્રદેશ

10

10

10

બિહાર

9

6

6

રાજસ્થાન

8

8

8

રાજ્ય

કેટલી સીટ પર રેલી

2014માં કેટલી સીટ જીતી?

2019માં કોંગ્રેસ કેટલી સીટ પર આગળ

મધ્યપ્રદેશ

18

0

0

ઉત્તરપ્રદેશ

17

2

1

રાજસ્થાન

12

0

0

કેરળ

10

5

6

કર્ણાટક

8

6

1