સભા / મોદીએ કહ્યું- દીદીએ 24 કલાકમાં બદલો લેવાનો એજન્ડા પૂરો કર્યો; અમને બંગાળના આશીર્વાદથી 300 સીટ મળશે

  • શાહના રોડ શો પર હુમલાને લઈને મોદીએ મમતા પર નિશાન સાધ્યું
  • દીદીના ગુંડા ગોળીઓ-બોંબ લઈને વિનાશ કરવા ઉતર્યા
  • મમતાએ લોકશાહીનું ગળુ ટૂંપ્યુ, તેઓ પોતાના જ પડછાયાથી ડરી રહ્યાં છે

Divyabhaskar

May 15, 2019, 05:47 PM IST

પટના/કોલકાતા: વડાપ્રધાન મોદીએ બંગાળના બશીરહાટમાં ચૂંટણી રેલી કરી. અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસાને લઈને મોદીએ કહ્યું સત્તાના નશામાં દીદીએ લોકશાહીનું ગળું દબાવી દીધું છે. બંગાળમાં દીદી જે રીતે હિંસા કરે છે તેનાથી સ્પષ્ટ છે કે અહીંના આશીર્વાદથી ભાજપ એકલા હાથે પૂર્ણ બહુમત મેળવશે.
મોદીએ દાવો કર્યો કે પાંચમા અને છઠ્ઠા તબક્કાના મતદાન બાદ ભાજપે પૂર્ણ બહુમત મેળવી લીધું છે અને અમે 300 સીટનો આંકડો પાર કરી લઈશું. આવું તમામ સર્વે પણ કહી રહ્યાં છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ આવો જ દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે છઠ્ઠા તબક્કાના મતદાન પછી તે સ્પષ્ટ થઈ ગયું છે કે અમે બહુમતી મેળવી રહ્યાં છીએ. નિશ્ચિત રીતે અમે 300 સીટ મેળવીશું.

દીદીએ બંગાળીઓની પરંપરાને તોડી છે-પીએમ મોદી

  • પીએમ મોદીએ કહ્યું- દીદીએ બંગાળી લોકોની પરંપરાને તોડી છે. આજે તેઓ પોતાના જ પડછાયાથી ડરીને રઘવાયા થઈ જાય છે. તેઓ જાણે છે કે તેમની જમીન ખસી રહી છે. આજે બંગાળના ખૂણે ખૂણેથી એક અવાજ આવી રહ્યો છે કે 2019માં દીદીનું પત્તુ કપાઈ રહ્યું છે.
  • પશ્વિમ બંગાળમાં દીદી જે પ્રકારે હિંસા ફેલાવી રહ્યા છે. તેનાથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે બંગાળના લોકોના આશીર્વાદથી દેશમાં ભાજપ એકલા હાથે પાંચમા-છઠ્ઠા તબક્કામાં પૂર્ણ બહુમતી મેળવી રહ્યું છે. હાલ સર્વે આવું જ બતાવી રહ્યા છે. ભાજપ 300 બેઠકો પાર કરી બંગાળમાં મોટી ભૂમિકા ભજવશે.
  • દીદીને લાગે છે કે તેઓ અહીંના લોકોને દગો આપીને, ડરાવી ધમકાવીને રાજ કરશે. જે ધરા પર રામકુષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોના સંસ્કાર હોય તેવા લોકો દીદીનું આ વર્તન સહન નહી કરે.
  • બંગાળના લોકોએ નક્કી કરી લીધું છે કે દીદીથી હવે મુક્ત થવું છે, રાજપાટ છીનવાઈ જવાના ડરથી દીદી ભડકશે નહીં તો બીજુ શું કરશે.

PM મોદીએ બિહાર-ઝારખંડમાં જનસભા સંબોધી હતીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુધવારે સૌપ્રથમ સભા બિહારના પાલીગંજ અને બાદમાં ઝારખંડના દેવધરમાં સંબોધી હતી. દેવધરમાં તેમણે કોંગ્રેસ નેતા સામ પિત્રોડા અને મણીશંકર અય્યર પર કટાક્ષ કરતા કહ્યું કે, નામદાર પરિવારના બે અંગત દરબારીયોએ તેમની તરફથી બેટિંગ શરૂ કરી દીધી છે. એક બેટ્સમેન તો નામદારના ગુરુ છે, જેને પહેલા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે શીખોની મજાક ઉડાવતા કહ્યું કે નરસંહાર થયો તો થયો હવે શું. અન્ય બેટ્સમેન ગુજરાત ચૂંટણી પછી મેદાનની બહાર હતા. તે પણ હવે બે દિવસથી મેદાનમાં છે. મારી પર ગાળો વરસાવી રહ્યા છે. કોંગ્રેસ નખ કાપીને શહીદ થવાની સ્પર્ધા કરી રહી છે.

'નામદારને બચાવવા હારનું ઠીકરું કોના પર ફોડવું તેની તૈયારીઓ શરૂ': પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 23મેના રોજ આવનારા પરિણામો કોંગ્રેસ પણ સમજી ગઈ છે. તેને પરિણામોની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ તૈયારી કરી રહી છે કે હાર બાદ તેનું ઠીકરુ પાર્ટીમાંથી કોની પર ફોડશે. નામદારને બચાવવા માટે શું કરવામાં આવે, તેના માટે એક્સરસાઈઝ ચાલી રહી છે.

મહામિલાવટીઓ માટે ગરીબ ફક્ત એક રટણ કરાવાયેલો શબ્દ: તેમણે કહ્યું કે, મહામિલાવટી લોકોએ હંમેશા પરિવારના સ્વાર્થને રાષ્ટ્ર્ની રક્ષાની ઉપર જ રાખ્યો છે. કોંગ્રેસનો નામદાર પરિવાર હોય કે પછી બિહારનો ભ્રષ્ટ પરિવાર હોય આ લોકોની સંપત્તિઓ કરોડો રૂપિયામાં છે. આ પૈસા ક્યાંથી આવ્યા? ગરીબની ચિંતા કરી હોત તો ભ્રષ્ટાચાર કરતા પહેલા જ હાથ ધ્રુજી ગયા હોત. ગરીબ તેમના માટે ફક્ત રટણ કરાવાયેલો એક શબ્દ છે. આ લોકો હંમેશા વખાણ સાંભળવા માટે જ ટેવાયેલા છે.

ભારત આતંકીઓને ખતમ કરવા માટે સુદર્શન ચક્ર ધારણ કરશે: મોદીએ કહ્યું કે, મહામિલાવટીઓને દેશની સુરક્ષા અંગે વિચાર નથી કર્યો. 2014 પહેલા આતંકી ક્યાંય પણ આતંક ફેલાવતા હતા, પરંતુ કોંગ્રેસના નેતા ફક્ત નિવેદનો આપતા હતા. તમારા ચોકીદારે પાકિસ્તાન તરફથી મળી રહેલા ઘાને સહન કરવાનો ઈન્કાર કરી દીધો છે.દેશના વીરજવાનોને ખુલ્લી છૂટ આપી દેવાઈ છે અને તેમને આતંકીઓને એવી રીતે માર્યા છે.જાણે કોઈ ભૂત-પ્રેતને પકડીને મારે છે. જરૂર પડશે તો આતંકીઓનો ખાતમો કરવા માટે સુદર્શન ચક્ર પણ ધારણ કરીશું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી