વીમો / મેડિકલ ઈન્શ્યોરન્સમાં ગંભીર રોગો પણ કવર થશે, IRDAIએ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી

divyabhaskar.com

May 22, 2019, 12:35 PM IST
Medical insurance will also cover serious diseases, IRDAI announces new guidelines

યુટિલિટી ડેસ્કઃ મેડિક્લેમમાં હવે વધુ રોગોની કેશલેસ સારવાર થઈ શકશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)એ તમામ મેડિક્લેમ પ્રોડક્ટ માટે સ્ટાન્ડર્ડાઇઝેશન માટે ડ્રાફ્ટ ગાઇડલાઇન્સ રજૂ કરી છે. તે હેઠળ હવે માનસિક રોગો, આનુવંશિક રોગો, ન્યૂરો ડિસઓર્ડર, ઓરલ કિમોથેરપી, રોબોટિક સર્જરી અને સ્ટેમ સેલ થેરપી જેવા રોગોને પણ મેડિક્લેમમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવા રોગો માટે વેઇટિંગ પિરિઅડ 30 દિવસનો રહેશે. 1 એપ્રિલ, 2020 સુધીમાં તમામ વીમા કંપનીઓને આ નવા નિયમો હેઠળ પોતાની નવી હેલ્થ પોલિસી જાહેર કરવી પડશે.


17 રોગો પર ક્લેમ નહીં મળે
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ 17 રોગોને મેડિક્લેમ કવરના લિસ્ટમાંથી બહાર રાખ્યા છે. આ 17 રોગોમાં એપિલેપ્સી, હિપેટાઇટિસ બી, અલ્ઝાઇમર, પાર્કિન્સન, ક્રોનિક લિવર, કિડની રોગ અને એચ.આઈ.વી/એઇડ્સ વગેરે રોગોની સારવાર માટે ઈન્શ્યોરન્સ કવર આપવામાં નહીં આવે.


વીમાના પ્રીમિયમમાં પણ ફેરફાર થશે
રોગોનું લિસ્ટ નક્કી થઈ ગયા બાદ હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રિમિયમમાં પણ ફેરફાર થશે. એટલે કે અત્યારે જે પોલિસીમાં 17થી ઓછા રોગો હશે તો પ્રિમિયમ ઘટશે અને 17થી વધુ રોગો કવર થાય છે તો પ્રીમિયમમાં વધારો થશે. 10%થી વધુ પ્રીમિયમના વધારા પર વીમા કંપનીએ ફરી અરજી ફાઇલ કરીને મંજૂરી મેળવવી પડશે.


વધુ સુવિધા આપવા પગલું ભર્યું
IRDAIનું કહેવું છે કે સૂચિત કરેલી ગાઇડલાઇન્સનો હેતુ સ્વાસ્થ્ય વીમાના રોગોને પ્રામાણિક બનાવવાનો છે. IRDAIએ આ માટે એક વર્કિંગ ગ્રુપ બનાવ્યું હતું. ગ્રુપ દ્વારા આપવામાં આવેલી ભલામણોની તપાસ કર્યા પછી ગાઇડલાઇન્સ રજૂ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

X
Medical insurance will also cover serious diseases, IRDAI announces new guidelines
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી