બંગાળ / મમતાનો મોદી પર કટાક્ષ- 5 વર્ષમાં રામ મંદિર તો બનાવી ન શક્યા, વિદ્યાસાગરની મૂર્તિ તૈયાર કરાવવા માગો છો

DivyaBhaskar.com

May 16, 2019, 06:03 PM IST
Mamata's threat - Modi will prove the allegations against us, otherwise I will throw them in jail.

 • વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે- અમે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૈયાર કરાવીશું
 • મમતાનો જવાબ- બંગાળની પાસે પ્રતિમા બનાવવા માટે પૈસા છે

નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા પર ભાજપ અને તૃણુમૂલમાં આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોલકાતામાં હિંસા દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનડાવવાનો વાયદો કર્યો. વડાપ્રધાને કહ્યું કે અમે પંચધાતુની મૂર્તિ તૈયાર કરાવીશું. મોદીના નિવેદન પર પલટવાર કરતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 5 વર્ષમાં રામ મંદિર તો બનાવી ન શક્યા અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માગો છો. બંગાળની પાસે મૂર્તિ બનડાવવના પૈસા છે. શું મોદી 200 વર્ષ જૂની ધરોહરને પરત કરી શકે છે.
કોલકાતામાં મંગળવારે શાહની રેલી દરમિયાન થયેલી હિંસામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી હતી. હિંસા પછી શાહે પોતાનો રોડ શો પૂર્ણ કરી દીધો હતો. આ ઘટના પછી ચૂંટણી પંચે બંગાળમાં અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર એક દિવસ પહેલાં જ ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ ગૃહ વિભાગે પ્રધાન સચિવને પણ હટાવી દીધા છે.

સત્ય કહેવાથી ડરતી નથી, જેલ જવા માટે તૈયાર-મમતા

 • મમતા બેનર્જીએ મથુરાપુરમાં ચૂંટણી રેલીમાં કહ્યું કે, કાલે રાતે અમને જાણ થઈ કે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી,જેનાથી અમે નરેન્દ્ર મોદીની બેઠક બાદ કોઈ બેઠક કરી શક્યા ન હતા. ચૂંટણી પંચ ભાજપનો ભાઈ છે.
 • "મોદીએ અમારા પર જે આરોપ લગાવ્યા છે તેને સાબિત કરો. નહીંતર હું તેમને જેલમાં નાંખી દઈશ"
 • પહેલા આ એક નિષ્પક્ષ સંસ્થા હતી, હવે દેશમાં દરેક કહે છે કે ચૂંટણી પંચ ભાજપનું થઈ ગયું છે.
 • મને ખરાબ લાગી રહ્યું છે કે મારી પાસે આના સિવાય કહેવા માટે કંઈ જ નથી હું જેલમાં જવા માટે તૈયાર છું. હું સાચું કહેવાથી ડરતી નથી.
X
Mamata's threat - Modi will prove the allegations against us, otherwise I will throw them in jail.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી