લોકસભા અપડેટ્સ / શત્રુઘ્ન સિન્હાએ કહ્યું- જ્યારે મેં ભાજપ છોડ્યું ત્યારે અડવાણીજી રડી પડ્યા હતા

Divyabhaskar

May 15, 2019, 12:50 PM IST
loksabha election 2019: all states political news & Updates
X
loksabha election 2019: all states political news & Updates

 • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ઈટલીના ક્રિશ્વિયન મિશેલ કોંગ્રેસના શકુની મામા છે. 
 • મોદીજી જ્યારે ભાષણ આપે છે, ત્યારે ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનને પરસેવો વળી જાય છે. 

લખનઉઃ કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, જ્યારે તેમણે ભાજપ છોડવાનો નિર્ણય એલ કે અડવાણીને કહ્યો ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરંતુ તેમને મને રોક્યો ન હતો. રાજકારણની નવી ઈનિંગ માટે મેં અડવાણીજીના આશીર્વાદ લીધા અને તેમને પણ મને શુભકામનાઓ પાઠવી હતી. અડવાણીજીએ કહ્યું કે, મને તારા પ્રત્યે ઘણો સ્નેહ છે. શત્રુઘ્નએ કહ્યું કે, હું અટલ બિહારી વાજપાઈજીના સમયમાં ભાજપમાં સામેલ થયો હતો. તે સમયે દેશમાં લોકતંત્ર હતુ અને આજે તાનાશાહી છે. 

1

મોદીએ બસપાને બહેનજીની સંપત્તિ પાર્ટી ગણાવવી ખોટી વાત કરીઃ માયાવતી

મોદીએ બસપાને બહેનજીની સંપત્તિ પાર્ટી ગણાવવી ખોટી વાત કરીઃ માયાવતી

માયાવતીએ કહ્યું કે, ભાજપ બીએસપીની સંપત્તિને ખોટી રીતે મેળવી હોય તેમ ગણાવી રહ્યા છે.  અમારી સંપત્તિ ભાજપની દેણ નથી. ભાજપ ગરીબો પાસેથી સંપત્તિ અને આત્મસન્માન છીનવી લેતી પાર્ટી છે. મોદી તો બસપાને બહેનજીની સપંત્તિ વાળી પાર્ટી કહેતા પણ શરમાતા નથી. અમારી પાસે જે પણ છે તે અમારા શુભચિંતકોએ આપેલું છે. અમે સમયસર ટેક્સ પણ ભરીયે છીએ. સૌથી વધારે બેનામી સંપત્તિ વાળા લોકો ભાજપમાં જ છે. મોદી તો ફક્ત કાગળો પર જ ઓબીસી છે. તેમને બસપાને ગત 5 વર્ષોમાં બદનામ કરવાના પુરે પુરા પ્રયાસો કર્યા છે. તેમનો નોટબંધીનું કૌભાંડ તો સૌની નજરો સમક્ષ છે. આ લોકો સદીઓથી ગરીબ અને પછાત સમાજને આગળ વધવાથી રોકી રહ્યા છે. જેમાં ભાજપ સૌથી આગળ છે. હું ચાર વખત યુપીની મુખ્યમંત્રી રહી ચુકી છું અને મારી છબી સ્વચ્છ છે. 

2

યોગીએ કહ્યું- મસૂદ કૂતરાની મોતે મરશે, મિશેલને કોંગ્રેસના શકુની મામા ગણાવ્યા

યોગીએ કહ્યું- મસૂદ કૂતરાની મોતે મરશે, મિશેલને કોંગ્રેસના શકુની મામા ગણાવ્યા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરની જનસભામાં આતંકી મસૂદ અઝહર અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના આરોપી ક્રિશ્વિયન મિશેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આતંકી મસૂદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર થઈ ગયો છે.  ટૂંક જ સમયમાં ઓસામા બિન લાદેનની જેમ અઝહર પણ કૂતરાના મોતે મરશે. યોગીએ કહ્યું કે, તમે લોકો મહાભારતના શકુની મામાને તો ઓળખો જ છો. કોંગ્રેસ પાસે પણ આવા જ શકુની મામા છે, જેમનું નામ ક્રિશ્વિયન મિશેલ છે. મિશેલ ઈટલીનો રહેવાસી છે,તેથી લોકો તેને કોંગ્રેસના મામા કહે છે. કોંગ્રેસના કાકા ક્વાત્રોચી પહેલાથી જ સ્વર્ગ સિધાવી ગયા છે.

3

તમારું નસીબ સારું છે, નહિંતર 1 સેકન્ડમાં BJPની ઓફિસ પર કબ્જો કરી શકું છું-મમતા

તમારું નસીબ સારું છે, નહિંતર 1 સેકન્ડમાં BJPની ઓફિસ પર કબ્જો કરી શકું છું-મમતા
 • પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પર ભાજપે આકરા પ્રહારો કર્યા છે. તો બીજી તરફ મમતા બેનર્જીએ પણ ભાજપને તેમનું કડક વલણ બતાવી દીધું છે. 
 • દીદીએ ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, તમારું નસીબ સારુ છે કે હું અહીં શાંત બેસી છું, નહિંતર એક જ સેકન્ડમાં તમારા ઘરો અને દિલ્હીમાં આવેલી ભાજપની ઓફિસ પર કબ્જો કરી શકું છું. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, અમિત શાહ ભગવાન છે કે તેમના વિરોધમાં કોઈ પ્રદર્શન ન કરી શકે? મમતા બેનર્જીનું આ નિવેદન કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ સામે આવ્યું છે. 
   
4

નવજોત કૌરએ કહ્યું- મુખ્યમંત્રી અમરિંદર અને આભાએ ટિકિટ કાપી

નવજોત કૌરએ કહ્યું- મુખ્યમંત્રી અમરિંદર અને આભાએ ટિકિટ કાપી

નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે, પરંતુ  આ વખતે તેમને અને તેમની પત્નીને ટિકિટ આપી નથી. નવજોત કૌરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પાર્ટી મહાસચિવ પંજાબ પ્રભારી આશા સિંહ પર ટિકિટ કાપવાનો આરોપ લગાવ્યો છે. નવજોત કૌરે કહ્યું કે, કેપ્ટન સાહેબ અને આશા કુમારીને લાગે છે કે મેડમ સિદ્ધુ સાંસદની ટિકિટના લાયક નથી. દશેરાના દિવસે જે રેલ દુર્ઘટના બની હતી. તેના કારણે મારી ટિકિટ કાપવામાં આવી છે. નવજોત કોરે ચંદીગઢ લોકસભા બેઠક માટે ટિકિટનો દાવો કર્યો હતો, પરંતુ પાર્ટીએ પૂર્વ રેલ મંત્રી પવન કુમાર બંસલને  આ ટિકિટ આપી હતી. 

5

કમલ હાસને હિન્દુ આતંકીવાળા નિવેદન પર પાર્ટીને સફાઈ આપી

કમલ હાસને હિન્દુ આતંકીવાળા નિવેદન પર પાર્ટીને સફાઈ આપી

મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક અને અભિનેતા કમલ હાસને હિન્દુ આતંકીવાળા નિવેદન પર સફાઈ આપી છે. પાર્ટીએ કહ્યું કે, કમલ હાસને જ્યાં આ વાત કહી હતી, તે અલગ કાર્યક્રમ હતો. તેઓ મંચ પરથી એન્ટી- હિન્દુ પર ભાષણ આપી રહ્યા હતા. જો કે હાસને રવિવારે રાતે તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી અભિયાન દરમિયાન કહ્યું હતું કે, આઝાદ ભારતનો પહેલો આતંકી એક હિન્દુ હતો. જેનું નામ નથ્થુરામ ગોડસે હતું. અહીંથી જ આતંકની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ભાજપ, એઆઈડીએમકે સંઘ અને હિન્દુ મહાસભા હાસનના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.  

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી