અવસાન / આઈટીસીના ચેરમેન રહેલા વાયસી દેવેશ્વરનું 72 વર્ષની ઉંમરે નિધન

ITC's chairman Yasin Deveshwar dies at age of 72

  • 1991થી 94 સુધી દેવેશ્વર એર ઈન્ડિયાના સીએમડી રહ્યા હતા, આરબીઆઈના કેન્દ્રીય બોર્ડના ડિરેક્ટર પણ રહ્યા હતા
  • 2017માં તેમણે આઈટીસીના ચીફ એક્ઝિક્યૂટિવનું પદ છોડી દીધું હતું

divyabhaskar.com

May 11, 2019, 01:43 PM IST

નવી દિલ્હી: આઈટીસી કંપનીના પૂર્વ એક્ઝિક્યૂટિવ ચેરમેન અને સીઈઓ વાયસી દેવેશ્વરનું શનિવારે વહેલી સવારે નિધન થઈ ગયું છે. આઈટીસીએ તેમના નિધનની પુષ્ટી પણ કરી છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા. દેવેશ્વર બે દશકા કરતા વધારે સમયથી આઈટીસીના પ્રમુખ રહ્યા હતા.

દેવેશ્વરનો જન્મ 4 ફેબ્રુઆરી 1947માં લાહોરમાં થયો હતો. તેમણે દિલ્હી આઈઆઈટી અને ત્યારપછી હાવર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. 1968માં તેઓ આઈટીસીમાં જોડાયા હતા. 1996માં તેઓ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા અને રૂ. 5200 કરોડ રેવન્યુને રૂ. 51 હજાર 500 કરોડ સુધી પહોંચાડી હતી

1991થી 94 સુધી દેવેશ્વર એર ઈન્ડિયાના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર રહ્યા હતા. તેઓ આરબીઆઈના કેન્દ્રીય બોર્ડમાં પણ ડિરેક્ટર રહ્યા હતા. દેવેશ્વરે 2017માં આઈટીસીનું ચીફ એક્ઝિક્યૂટિવ પદ છોડ્યું હતું. ત્યારપછી તેઓ કંપનીના નોન એક્ઝિક્યૂટિવ એડિટર બન્યા હતા.

મમતાએ દુખ વ્યક્ત કર્યું: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વિટ કર્યું કે, વાયસી દેવેશ્વરજીના નિધનથી દુખી છું. તેઓ કોર્પોરેટ જગતમાં એક મહત્વનું સ્થાન ધરાવતા હતા. મારી તેમની સાથે ઘણી યાદો જોડાયેલી છે. તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ જોડાયેલી છે. 2011માં દેવેશ્વરને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં એક પત્ની અને એક દીકરો છે.

X
ITC's chairman Yasin Deveshwar dies at age of 72

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી