• Home
  • National News
  • Utility
  • If you want to close the bank account, charge of 50 to 200 rupees is charged; bank charges for many other small and large facilities.

બેંકિંગ / બેંકનું અકાઉન્ટ બંધ કરાવવું હોય તો 50થી 200 રૂપિયાનો ચાર્જ લાગે છે, અન્ય ઘણી નાની-મોટી સુવિધાઓ માટે પણ બેંક ચાર્જ વસૂલે છે

divyabhaskar.com

May 15, 2019, 12:48 PM IST
If you want to close the bank account, charge of 50 to 200 rupees is charged; bank charges for many other small and large facilities.

યુટિલિટી ડેસ્કઃ બેંક દ્વારા ગ્રાહકને આપવામાં આવતી દરેક સુવિધા માટે ગ્રાહક પાસેથી ચાર્જ લેવામાં આવે છે. અકાઉન્ટ ખોલાવતી વખતે ગ્રાહક આ ચાર્જિસથી પરિચિત હોતા નથી. એટલે આજે અમે તમને આવા જ કેટલાક ચાર્જિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સામાન્ય રીતે ગ્રાહકને જાણકારી હોતી નથી.


અકાઉન્ટ બંધ કરાવવા પર ચાર્જ લાગે છે
જો તમને અકાઉન્ટ ખોલાવ્યે છ 6 મહિના પણ નથી થયા તો મોટાભાગની બેંક આ ખાતું બંધ કરવા માટે આશરે 50થી 200 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. જો તમારા અકાઉન્ટમાં છેલ્લાં 6 મહિનાથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું તો આ માટે પણ તમારે દંડ ભરવો પડી શકે છે. જોકે, આમાં સરકારી અને પ્રાઇવેટ બેંકોના નિયમો અલગ-અલગ છે.


12થી વધુ વખત ટ્રાન્ઝેક્શન થયું હોય તો લાગે છે ચાર્જ
જો તમે તમારી શાખામાંથી ત્રણ મહિનાની અંદર 12 કરતાં વધુ વખત ટ્રાંઝેક્શન કર્યું છે, તો તમારા અકાઉન્ટમાંથી 12 ટ્રાન્ઝેક્શન પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.


બીજી બ્રાન્ચમાં જવા પર પૈસા લાગે છે
તમારું અકાઉન્ટ જે બ્રાન્ચમાં છે તેને બદલે તમે બેંકની કોઈ અન્ય બ્રાન્ચમાં જઇને ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે. આ ચાર્જ હજાર રૂપિયા દીઠ પાંચ રૂપિયા વસૂલવામાં આવે છે.


એક મહિનામાં એકથી વધુ કેશ ડિપોઝિટ કરવા પર પણ લાગે છે ચાર્જ
નોન બેઝ બ્રાન્ચમાં એક મહિનામાં બીજીવાર કેશ ડિપોઝિટ કરવા પર પણ બેંક ચાર્જ વસૂલે છે. આના માટે પણ વિવિધ બેંકોએ અલગ-અલગ ફી નક્કી કરી છે. ઘણી ખાનગી બેંકો આ માટે 150 સુધી સુધી પણ ચાર્જ કરે છે.


એક મહિનામાં બીજીવાર કેશ ઉપાડવા પર લાગે છે ચાર્જ
નોન બેઝ બ્રાન્ચમાંથી એક મહિનામાં બીજીવાર કેશ ઉપાડનો પણ ચાર્જ લેવામાં આવે છે. તેના દરેક બેંકોમાં અલગ-અલગ ચાર્જ છે.


આંતરરાષ્ટ્રીય વ્યવહાર
જો તમે વિદેશમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરો છો, તો એક્સચેન્જ રેટ તરીકે 3થી 4 ટકા ચાર્જ લેવામાં આવે છે. તેથી વિદેશમાં કાર્ડ સ્વાઇપ કરતાં પહેલાં ટ્રાંઝેક્શન રકમ પર 3થી 4ટકાની વધારાની રકમ ઉમેરી દેવી.


અડ્રેસ કન્ફર્મેશનનો ચાર્જ લાગે છે
ખાનગી બેંક અડ્રેસ કન્ફર્મેશન માટે ડોક્યુમેન્ટ્સ જેવા કે બેલેન્સ સર્ટિફિકેટ, ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટ, અડ્રેસ કન્ફોર્મેશન, અટેસ્ટેડ સિગ્નેચર, અટેસ્ટેડ ફોટો વગેરે માટે 50થી 200 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે.

X
If you want to close the bank account, charge of 50 to 200 rupees is charged; bank charges for many other small and large facilities.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી