• Home
  • National News
  • Utility
  • If the money is deducted from the account but not from the ATM, then the customer has the right to redemption

અધિકાર / અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય પરંતુ એટીએમમાંથી ન નીકળે તો ગ્રાહકને વળતર લેવાનો અધિકાર છે

divyabhaskar.com

May 10, 2019, 01:28 PM IST
If the money is deducted from the account but not from the ATM, then the customer has the right to redemption

  • 7 દિવસની અંદર અકાઉન્ટમાં પૈસા ન આવે તો બેંકે વળતર આપવું પડે
  • બેંકે પ્રતિ દિવસ લેખે 100 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે
     

યુટિલિટી ડેસ્કઃ એટીએમથી થતાં ટ્રાન્ઝેક્શનમાં ઘણીવાર એવું થાય છે કે ખાતામાંથી પૈસા તો કપાઈ જાય છે. પરંતુ એટીએમમાંથી બહાર આવતાં નથી. RBIની માર્ગદર્શિકા મુજબ, જો આવું થાય તો બેંકને ફરિયાદ કર્યાંના 7 દિવસની અંદર ગ્રાહકના ખાતામાં પૈસા પરત આવી જવા જોઇએ. જો બેંક આવું ન કરે તો તેણે ગ્રાહકને નુકસાનની ભરપાઈ કરવી પડશે.


દરરોજ આપવું પડશે 100 રૂપિયાનું વળતર
ફરિયાદ કર્યાંના 7 દિવસની અંદર જો બેંક ગ્રાહકના અકાઉન્ટમાં પૈસા ન પહોંચાડે તો તેણે પ્રતિ દિવસ લેખે 100 રૂપિયા વળતર તરીકે ચૂકવવા જરૂરી છે. જો કોઇપણ ગ્રાહક સાથે આવું થયું હોય તો તે તરત જે-તે બેંક બ્રાન્ચનો સંપર્ક કરીને ફરિયાદ કરે.


બેંકિંગ લોકપાલને ફરિયાદ કરી શકે
જો બેંક 30 દિવસની અંદર ફરિયાદનું નિવારણ કરતી નથી, તો તમે સીધા બેંકિંગ લોકપાલને ફરિયાદ કરી શકો છો.
તમારે ટ્રાન્ઝેક્શનની સ્લિપ અથવા અકાઉન્ટ સ્ટેટમેન્ટ સાથે પોતાની ફરિયાદ દાખલ કરાવવી પડશે. જો પૈસા 7 દિવસની અંદર પાછા ન આવે તો તમારે એનેક્સર-5 ફોર્મ ભરવાનું રહેશે. જે દિવસે તમે આ ફોર્મ ભરશો એ જ દિવસથી બેંકને વળતર ન આપવા પર લાગુ પડતો દંડ શરૂ થઈ જશે.

X
If the money is deducted from the account but not from the ATM, then the customer has the right to redemption
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી