• Home
  • Utility
  • For women passengers, the facility of 'Talk Back' button will be able to contact train guards and motorists at the time of difficulty

રેલવે / મહિલા યાત્રીઓ માટે 'Talk Back' બટનની સુવિધા, મુશ્કેલીના સમયે ટ્રેનના ગાર્ડ અને મોટરમેનનો સંપર્ક કરી શકશે

For women passengers, the facility of 'Talk Back' button will be able to contact train guards and motorists at the time of difficulty

divyabhaskar.com

May 20, 2019, 12:33 PM IST

યુટિલિટી ડેસ્કઃ રેલ યાત્રા દરમિયાન મહિલા મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ લોકલ ટ્રેનમાં મહિલાના ફર્સ્ટ ક્લાસ કોચમાં 'Talk Back' બટનની સુવિધા આપી છે. આ સુવિધા હેઠળ મહિલા યાત્રી કોઈ મુશ્કેલીના સમયે તાત્કાલિક ટ્રેન ગાર્ડ અને મોટરમેનનો સંપર્ક કરી શકશે. અત્યાર સુધી આ સુવિધા પશ્ચિમ રેલવે તરફથી 70% મહિલા કોચમાં પૂરી પાડવામાં આવી ચૂકી છે.


વાતચીત રેકોર્ડ કરી શકાશે
આ સુવિધાનો દુરુપયોગ ન થાય તે માટે રેલવેએ એવી વ્યવસ્થા કરી છે કે ગાર્ડ અથવા મોટરમેન સાથે જે પણ પણ વાતચીત થશે તે રેકોર્ડ કરવામાં આવશે. જેથી, કોઈ દુર્ઘટનાની પરિસ્થિતિમાં આ વાતચીતને પુરાવા રૂપે રજૂ કરી શકાશે.


સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવે છે
'Talk Back' બટનનો દુરુપયોગ ન થાય એ માટે એક બાજુ જ્યાં મહિલા યાત્રી અને મોટરમેન અથવા ગાર્ડ સાથે થતી વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે, ત્યાં બીજી બાજુ કોચમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેની મદદથી આ બટન પર નજર રાખવામાં આવે છે.


2016માં શરૂઆત થઈ હતી
રેલવેએ વર્ષ 2016માં પહેલીવાર મહિલાના ડબ્બમાં 'Talk Back' બટનની સુવિધા પાઇલટ પ્રોજેક્ટ રૂપે ઉપલબ્ધ કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2018 પછી આ સુવિધા ઘણી ટ્રેનોમાં પ્રદાન કરવામાં આવી છે.

X
For women passengers, the facility of 'Talk Back' button will be able to contact train guards and motorists at the time of difficulty
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી