• Gujarati News
  • National
  • Digvijay Said That Winning The Assassination Of Gandhi's Assassin, Ravi Shikshan Criticized Kanhaiya

દિગ્વિજયે કહ્યું- ગાંધીના હત્યારની વિચારધારા જીતી, રવિકિશને કન્હૈયાની ટીકા કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભોપાલમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર દિગ્વિજય સિંહને પ્રજ્ઞા ઠાકુરે હરાવ્યા
  • પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા, ટીકા થવા પર માંફી માંગી 

ભોપાલ / ગોરખપુરઃ પૂર્વ મુખ્યમંત્રી અને ભોપાલના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં મહાત્મા ગાંધીની હત્યા કરનારી વિચારધાર જીતી ગઈ. દેશના શાંતિદૂત મહાત્મા ગાંધીની વિચારધારા હારી ગઈ. આ મારા માટે ચિંતાની વાત છે. ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે દિગ્વિજયને 3.64 લાખ મતોના ભારે અંતરથી હરાવ્યા છે.

જયારે એકટરમાંથી નેતા બનેલા રવિ કિશને ભાજપની ટિકિટ પર ગોરખપુરમાં જીત્યા બાદ બેગૂસરાયમાંથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર પર કટાક્ષ કર્યો હતો. રવિ કિશને કહ્યું કે જયારે તમે એમ કહો છો કે દેશના ટુકડે-ટુકડા થશે તો તમે કયારેય પણ લોકોનો વિશ્વાસ જીતી નહીં શકો. દેશની વિરુદ્ધ બોલીને તમે દેશદ્રોહી થઈ જાવ છો. એવા સંજોગોમાં તમે જીતી ન શકો.

કન્હૈયા પર 2016માં જવાહર લાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં કથિત રીતે ભારત વિરોધી નારા લગાવવાનો આરોપ લગાવાયો હતો. જયારે પ્રજ્ઞા સિંહ ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આ નિવેદન પર વિવાદ થયા બાદ પ્રજ્ઞા એ માફી માંગી હતી. રવિ કિશને 2014માં જૌનપુરની સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. બે વર્ષ બાદ તેમણે ભાજપ જોઈન કર્યુ હતું.

કોંગ્રેસનો રસ્તો સત્ય અને અહિંસાઃ દિગ્ગીરાજા

અગાઉ દિગ્વિજય સિંહે પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે અમે લોકોએ હિંસાનો રસ્તો અપનાવ્યો ન હતો. કોંગ્રેસની પાસે એક જ રસ્તો છે. સત્ય અને અહિંસા. તે આ જ રસ્તે આગળ વધશે. સિંહે કહ્યું કે દેશને એ જણાવવાનું કે મોદી જ દેશના સુરક્ષિત કરી શકે છે, એ ખોટું હતું. તેમની સરકારમાં જેટલા સૈનિકો શહીદ થયા છે, તેટલા કયારે પણ થયા નથી.

સિંહ બોલ્યા- જાદુની કઈ છડી છે, જાણવા માંગુ છું ?

દિગ્વિજય સિંહએ કહ્યું કે 2014માં જયારે ચૂંટણી થઈ તો ભાજપે નારો આપ્યો હતો કે 280 પાર, તે થયું. આ વખતે નારો એવો હતો કે 300ની પાર અને તે પણ થઈ ગયું. એમની પાસે એવી કઈ છડી છે, જેનાથી તે આમ કરી શકે છે ? આમ છતા પણ તેમને અભિનંદન.

સિંહે કહ્યું- વડાપ્રધાન મોદીને અભિનંદન

સિંહે કહ્યું હું મારા તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. આ સિવાય ભાજપના જેટલા સાંસદ ચૂંટાયા હતા, તેમને પણ અભિનંદન. પ્રજ્ઞા જીને પણ મેં ગઈકાલે કાઉન્ટિંગ વખતે જ અભિનંદન પાઠવ્યા હતા. લોકશાહીની પરંપરાઓ પ્રમાણે જનાદેશનો સ્વીકાર કરું છું.

લોકોને આપવામાં આવેલા વાયદા પૂરા કરીશઃ સિંહ

સિંહે કહ્યું હતું કે હું ચૂંટણી જીતી શકયો નથી પરંતુ મે જે વાયદાઓ ભોપાલના લોકોના કર્યા છે, તેને પુરા કરવાની તમામ કોશિશ કરીશ. મારો પ્રયાસ રહેશે કે ભોપાલના લોકોની વચ્ચે રહીને કામ કરું.