• Gujarati News
  • National
  • Despite Giving An Appointment, Rahul Did Not Meet Gehlot, The Resignation Of 3 More State Presidents

એપોઈન્ટમેન્ટ આપી છતાં રાહુલ ગહેલોતને ન મળ્યા, વધુ 3 પ્રદેશ પ્રમુખોનાં રાજીનામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસની કારમી હાર પછી પક્ષપ્રમુખ રાહુલ ગાંધી રાજીનામા પર અક્કડ વલણ અપનાવી રહ્યા છે. સોમવારે વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને મહાસચિવ કે.સી. વેણુગોપાલ રાહુલને મળ્યાં હતા પરંતુ રાહુલે ફરી એકવાર નવા નેતા પસંદ કરવાની વાત કરી છે. દરમિયાનમાં સોમવારે રાહુલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને મળવાનો સમય આપ્યો હતો પછીથી મળવાનો ઇનકાર કર્યો હતો. રાજસ્થાનના હાર પછી ગજગ્રાહ જામ્યું છે. એવું મનાય છે કે જો રાહુલ નહીં માને તો આગામી દિવસમાં પક્ષનું એક દિવસનું રાષ્ટ્રીય સંમેલન બોલાવી તેમને રાજીનામા અંગે પુન: વિચાર કરવા જણાવાશે.

તેમાં એ.કે. એન્ટોની, અહેમદ પટેલ અને કેપ્ટન અમરિન્દરસિંહનો સમાવેશ થાય છે.હારના કારણોની સમીક્ષા અને પક્ષના માળખામાં ધરમૂડથી ફેરફાર કરવા ટૂંક સમયમાં સમિતિઓ રચવાની પણ વાત છે.  બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે રાહુલ રાજીનામા પર અક્કડ વલણ અપનાવી રહ્યાં હોવાની વાત ખોટી છે. દરમિયાનમાં પંજાબ, ઝારખંડ અને આસામના પ્રદેશ પ્રમુખોએ પણ રાજીનામા આપી દીધા છે.પંજાબ કોંગ્રેસના વડા સુનિલ જાખડ, ઝારખંડ કોંગ્રેસના વડા અજયકુમાર અને આસામ કોંગ્રેસના રિપુન બોરાએ રાજીનામું આપ્યું હતું. અત્યાર સુધીમાં દેશભરમાંથી 13 જેટલા વરિષ્ઠ નેતાઓએ રાહુલને રાજીનામા મોકલી ચૂક્યા છે.