આધાર કાર્ડ / ઉપયોગ ન કરવા પર આધાર કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે, કાર્ડ એક્ટિવ છે કે ડિએક્ટિવ ઓનલાઇન ચેક કરી શકાશે

divyabhaskar.com

May 15, 2019, 06:42 PM IST
Depending on the use, a support card can be deactivated, card is active or detection can be done online.

યુટિલિટી ડેસ્કઃ આધાર કાર્ડ આપનારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિએ ત્રણ વર્ષ સુધી આધાર કાર્ડ નંબરનો ઉપયોગ નથી કર્યો તો એ ડિએક્ટિવેટ એટલે કે બંધ થઈ જશે. તેથી તેનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે પમ ઉપયોગ ન કર્યો હોય તો કરી લો. તમે તમારું આધાર કાર્ડ બેંક અકાઉન્ટ અથવા પેન કાર્ડ નંબર સાથે પણ લિંક કરાવી શકો છો. જેથી તમારું આધાર કાર્ડ ડિએક્ટિવેટ નહીં થાય. આ ઉપરાંત, તમે તેનો ઉપયોગ સરકારી સ્કીમ્સનો લાભ ઉઠાવવા માટે પણ કરી શકો છો.


આ રીતે જાણી શકાશે આધાર કાર્ડ ડિએક્ટિવેટ છે કે નહીં

  • જો તમે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માગો છો કે તે એક્ટિવેટ છે અથવા ડિએક્ટિવેટ તો તેના માટે તમારે UIDAIની વેબસાઇટ પર જવું પડશે.
  • તમારે uidai.gov.in વેબસાઇટ પર જઇને આધાર સર્વિસ ઓપ્શન પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે વેરિફાય આધાર નંબર પર જઇને પોતાનો આધાર નંબર ટાઇપ કરવાનો રહેશે.
  • જેવો તમે તમારો આધાર નંબર નાખશો તો સામે લાલ અથવા લીલા રંગની નિશાની દેખાશે. લીલા રંગનું નિશાન દેખાય તો આધાર એક્ટિવ છે અને જો લાલ રંગ દેખાય તો તેનો અર્થ એ કે તમારું આધાર ડિએક્ટિવેટ છે.

કેવી રીતે કરવું એક્ટિવેટ?
જો તમારે તમારું આધાર કાર્ડ એક્ટિવેટ કરાવવું છે તો આ માટે તમારે એ બધા ડોક્યુમેન્ટ્સની જરૂર હશે, જે તમે આધાર કાર્ડ બનાવતી વખતે આપ્યાં હતાં.
તમારે ડોક્યુમેન્ટ્સ લઇને આધાર એનરોલમેન્ટ સેન્ટર જવું પડશે. ત્યાં જઇને આધાર અપડેટ કરવાનું ફોર્મ ભરવું પડશે. ત્યારબાદ બાયોમેટ્રિક વેરિફાય કરવામાં આવશે. ત્યારબાદ આધાર એક્ટિવેટ થઈ જશે. આ પ્રક્રિયા કરવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે.

X
Depending on the use, a support card can be deactivated, card is active or detection can be done online.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી