વિવાદ / મોદીના સવાલ પર ભડક્યા મણીશંકર, પત્રકારને મુક્કો દેખાડીને કહ્યું- મારી દઈશ

  • મણીશંકરે કહ્યું- ભારતમાં એક જ વ્યક્તિ છે જેના તીખા હુમલાઓ તમે નથી જોયા તેને સવાલ કરો
  • તેઓ તમારી સાથે વાત એટલે નથી કરતા કેમકે તે ડરપોક છે
  • અય્યરે નારાજ થતાં કાબૂ ગુમાવ્યો પત્રકારને અપશબ્દો કહ્યાં

DivyaBhaskar.com

May 15, 2019, 12:31 PM IST

શિમલાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યરે ફરી એક વખત મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પત્રકારોએ તેમને વડાપ્રધાન મોદીને લઈને સવાલ પૂછ્યા હતા. જે વાતે અય્યર નારાજ થઈ ગયા હતા. તેઓએ પત્રકારને મુક્કો દેખાડતાં કહ્યું કે હું તને મારી દઈશ. અય્યરે મે 2017માં મોદીને નીચ વ્યક્તિ કહ્યાં હતા. 14 મેનાં રોજ અય્યરે ફરી કહ્યું કે હું મારા નીચ વ્યક્તિવાળા નિવેદન પર કાયમ છું. આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી.
પત્રકારના સવાલ પર અય્યરે કહ્યું કે, "ભારતમાં એક જ વ્યક્તિ છે, તેના તીખા હુમલાઓ તમે નથી જોયા તેમને સવાલ કરો. તેઓ તમારી સાથે એટલે વાત નથી કરતા કેમકે તે ડરપોક છે." જે બાદ અય્યરે કહ્યું કે હવે તમે મને કોઈ સવાલ નહીં કરો. પત્રકારે અય્યરને નારાજ ન થવાનું કહ્યું. જતા જતા અય્યરે પત્રકારને અપશબ્દો પણ કહ્યાં.

અય્યરે રાઈઝિંગ કાશ્મીરમાં આર્ટિકલ લખ્યો હતોઃ અય્યરે મંગળવારે કહ્યું હતું કે, "23 મેનાં રોજ દેશની જનતા તેમને બહારનો રસ્તો દેખાડી દેશે. મોદી ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ ખોટું બોલનારા વડાપ્રધાન રહ્યાં છે. મને યાદ છે કે 7 ડિસેમ્બર, 2017નાં રોજ મેં શું કહ્યું હતું. શું હું ભવિષ્યવક્તા ન હતો?" અય્યરે મોદી પર દેશ વિરોધ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા અને જવાનોની શહાદતનો ઉપયોગ કરી સત્તામાં પરત ફરવાની ઈચ્છા રાખવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "મેં હાલમાં જ સાંભળ્યું છે કે વડાપ્રધાને વાયુસેનાને વાદળા હોવા છતાં બાલાકોટમાં સ્ટ્રાઈકનો આદેશ આપ્યો હતો. એરફોર્સના અધિકારીઓએ હવામાન ઠીક ન થઈ જાય ત્યાં સુધી હુમલો કરવાનું ટાળ્યું હતું. પરંતુ તેઓએ પોતાની 56 ઈંચની છાતી વધુ પહોળી કરવી હતી. તેઓએ વિચાર્યુ કે વાદળા આપણી વાયુસેના માટે એટલા માટે યોગ્ય રહેશે કેમકે તેના કારણે પાકિસ્તાનની વાયુસેના કોઈ જ કાર્યવાહી નહીં કરી શકે. આ આપણી વાયુસેનાનું અપમાન છે. તેઓને લગભગ તે ખ્યાલ નથી કે રડાર કોઈ ટેલિસ્કોપ નથી હોતું કે તે વાદળાની પાર ન જોઈ શકે. શું મોદી વાયુસેનાના સીનિયર અધિકારીઓને મૂર્ખ સમજે છે કે તેની સામે આવા અવૈજ્ઞાનિક તર્ક રાખે છે?"

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી