બોફર્સ કૌભાંડ / CBIએ કેસમાં વધુ તપાસની માગ કરતી અરજી પાછી ખેંચી

Divyabhaskar

May 16, 2019, 03:43 PM IST
CBI withdrew the petition seeking further investigation into the case
X
CBI withdrew the petition seeking further investigation into the case

  • ફેબ્રુઆરી 2018માં સીબીઆઈએ કોર્ટમાં વધુ તપાસ માટે અરજી દાખલ કરી હતી
  • કોર્ટે કહ્યું હતું કે એજન્સીને આગળની તપાસ માટે અમારી મંજૂરીની જરૂર કેમ છે?

નવી દિલ્હીઃ સીબીઆઈએ ગુરૂવારે દિલ્હી કોર્ટમાંથી બોફર્સ મામલે વધુ તપાસની માગ કરતી અરજી પાછી ખેંચી લીધી છે. એજન્સીએ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નવીન કુમાર કશ્યપને અપીલ કરી હતી કે અમે 1લી ફેબ્રુઆરી 2018માં કરેલી અરજી પરત ખેંચવા માગીએ છીએ. કોર્ટે તે અંગેની મંજૂરી આપી દીધી છે.

સીબીઆઈએ ટ્રાયલ કોર્ટે આ મામલામાં આગળ તપાસની મંજૂરી માગી હતી. એજન્સીનો દાવો હતો કે તેમની પાસે મામલા સાથે જોડાયેલા વધુ દસ્તાવેજો અને પુરાવાઓ છે. પરંતુ હવે એજન્સીએ કોર્ટનો નિર્ણય આવ્યા પહેલા જ અરજી પરત લેવાની વાત કરી છે. કોર્ટે 4 સપ્ટેમ્બર 2018ના રોજ સીબીઆઈને કહ્યું હતું કે, કેમ આ મામલાની તપાસ માટે એજન્સીને કોર્ટની મંજૂરીની જરૂર પડી રહી છે? અરજદાર અજય અગ્રવાલે પણ બોફોર્સ મામલાઓમાં આગળ તપાસ માટે અરજી પરત ખેંચવાની  ઈચ્છા વ્યક્ત કરી છે. 
 

1987માં બોફર્સ કૌભાંડ સામે આવ્યું હતું

1.

1986માં હથિયાર બનાવનારી સ્વીડનની કંપની બોફર્સે ભારતીય સેનાને 155mmની 400 તોપો સપ્લાઈ કરવાની ડીલ કરી હતી. આ ડીલ 1.2 અબજ ડોલરની હતી. 1987માં આ વાત સામે આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ડીલ કરવા માટે ભારતમાં 64 કરોડ રૂપિયાની દલાલી કરવામાં આવી હતી. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. સ્વીડિશ રેડિયોએ સૌપ્રથમ 16 એપ્રિલ 1987માં દલાલીનો ખુલાસો કર્યો હતો. જેને બોફર્સ ગોટાળો અથવા બોફોર્સ કાંડ તરીકે ઓળખવામાં આવે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી