શિડ્યુલ / BHIM એપથી ઈન્ટરનેટ કનેક્શન વગર પણ પૈસા ટ્રાન્સફર થઈ શકશે, પેમેન્ટ શિડુયલ કરી શકાશે

BHIM App can transfer money even without internet connection, payment schedule can be done

divyabhaskar.com

May 20, 2019, 05:00 PM IST

યુટિલિટી ડેસ્કઃ BHIM એપ્લિકેશનમાં એક નવું ફીચર જોડવામાં આવ્યું છે. આ નવાં ફીચર દ્વારા હવે કોઈ રેગ્યુલર પેમેન્ટ શિડ્યુલ કરી શકાશે. જો તમે એકવાર પેમેન્ટ શિડ્યુલ કરી દીધું તો તેની નક્કી કરેલા સમયે આપોઆપ એપ્લિકેશન દ્વારા ચૂકવણી થઈ જશે. આ ઉપરાંત, એપમાં વધુ એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે, જેનાથી હવે તમે ઈન્ટરનેટ વગર પણ ફંડ ટ્રાન્સફર કરી શકશો.


શું ફાયદો થશે?
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ BHIM એપના લેટેસ્ટ વર્ઝનમાં વન ટાઇમ મેન્ડેટ ફીચર જોડ્યું છે. આ નવાં ફીચર દ્વારા યુઝર પોતાનું પેમેન્ટ પછીની કોઈ તારીખે પણ શિડ્યુલ કરી શકે છે.


ધારો કે, તમે મહિનાની 5મી તારીખે કોઈ હપતો જમા કરો છો, તો તમે આ એપ્લિકેશન દ્વારા તેને શિડ્યુલ કરી શકો છો. તેનાથી દર મહિનાની 5મી તારીખે તમારા પૈસા ટ્રાન્સફર થઈ જશે. તમારા શિડ્યુલ કરેલા પૈસા તો તમારા અકાઉન્ટમાં જ રહેશે. પરંતુ પેમેન્ટ થાય ત્યાં સુધી બ્લોક રહેશે.
ઈન્ટરનેટ વગર પૈસા ટ્રાન્સફર કરી શકશો


(NPCI) દ્વારા સંચાલિત BHIM એપમાં અત્યારે એક નવું ફીચર જોડવામાં આવ્યું છે. તે અનુસાર જો તમે કોઈ એવાં સ્થળે છો જ્યાં ઈન્ટરનેટ નેટવર્ક નથી આવતું તો પણ તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે USSD આધારિત મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરવો પડશે.


આ રીતે ઈન્ટરનેટ વગર પૈસા ટ્રાન્સફર કરી શકાશે

  • તમારા સ્માર્ટફોનમાં BHIM એપ ડાઉનલોડ કરવી પડશે. આ ઉપરાંત, એ પણ જોઈ લેવું કે એપમાં USSD પ્લેટફોર્મ અપડેટ કરવામાં આવ્યું છે કે નહીં.
  • ત્યારબાદ તમારે BHIM એપ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરવી પડશે. બેંક અકાઉન્ટ સિમ કાર્ડ અને સ્માર્ટફોનથી જોડ્યા બાદ તમે BHIM એપની મદદથી પૈસા ટ્રાન્સફર કરી શકાશે.
  • તમને BHIM એપમાં બે વિકલ્પ મળશે. જો તમે જ્યાં છો ત્યાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય તો તમે UPI દ્વારા પૈસા મોકલી શકો છો. જો ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો USSD આધારિત મોબાઇલ બેન્કિંગનો વિકલ્પ પસંદ કરી શકો છો.
  • ઈન્ટરનેટ વગર પૈસા મોકલતા પહેલાં *99# ડાયલ કરવું પડશે. ત્યારબાદ તમારા ફોન પર વેલકમનો એક મેસેજ આવશે અને તમને થોડી વિગતો પૂછવામાં આવશે. આ જાણકારીઓમાં તમારી બેંકનું નામ વગેરે હશે.
  • આ સાથે તમારે Request money, Send money, My profile, Check balance, Pending requests, Transactions અને UPI PIN વગેરે વિકલ્પો પૂછવામાં આવશે.
  • આ પ્રક્રિયા કર્યા બાદ તમારે Send moneyનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ પેમેન્ટ અડ્રેસ, મોબાઇલ નંબર, સેવ્ડ બેનિફિશિયરી, IFSC કોડ અને અકાઉન્ટ નંબર નાખવો પડશે. આ પ્રોસેસ કર્યા બાદ પૈસા ટ્રાન્સફર થઈ જશે.
X
BHIM App can transfer money even without internet connection, payment schedule can be done
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી