આરોપ / એર ઈન્ડિયાના સીનિયર પાયલટે મહિલા સાથીને શારીરિક સંબંધ અંગેના સવાલો કર્યા, એરલાઇન્સે તપાસ શરૂ કરી

DivyaBhaskar.com

May 15, 2019, 12:48 PM IST
Air India pilot questioned the sexual assault of a female partner, the airline started investigating

 • મહિલા પાયલટનો આરોપ- સીનિયરે પતિની સાથે સંબંધો કેવા છે જેવા અંગત સવાલો કર્યા
 • ફરિયાદમાં કહ્યું- આરોપીએ લગ્નજીવનથી નાખુશ હોવાનું જણાવ્યું

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાના સીનિયર પાયલટ વિરૂદ્ધ યૌન શોષણના આરોપની તપાસ શરૂ કરવામાં આવી છે. એરલાઇન્સની મહિલા પાયલટે સીનિયર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદકર્તાનું કહેવું છે કે આરોપીએ શારીરિક સંબંધો સાથે જોડાયેલાં સવાલો કર્યા હતા.

સીનિયરનું વર્તન સારું હતું એટલે વિશ્વાસ કર્યો હતો- ફરિયાદકર્તાઃ મહિલા પાયલટે કહ્યું કે ડાયરેક્ટરની સલાહ પર તે ટ્રેનિંગ સેશન પછી આરોપીની સાથે હૈદરાબાદની એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી. તે એટલા માડે રાજી થઈ કેમકે કેટલીક ફ્લાઈટ્સમાં બંને સાથે હતા અને આરોપીએ ક્યારેય મર્યાદા ઓળંગી ન હતી.
મહિલાના જણાવ્યા મુજબ આરોપીની સાથે 5 મેની સાંજે લગભગ 8 વાગ્યે રેસ્ટોરન્ટ પહોંચી, જ્યાં તેને ખરાબ અનુભવથી પસાર થવું પડ્યું. મહિલા પાયલટે કહ્યું કે, "આરોપીએ પોતાના લગ્નજીવનથી નિરાશ અને નાખુશ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેને મને પતિ સાથેના સંબંધો સાથેના અંગત સવાલો પણ કર્યા હતા. તેને પૂછ્યું હતું કે શું મારે રોજ સંબંધ બનાવવાની જરૂર હોય તેવું નથી લાગતું. મેં કહ્યું હતું કે આવા મુદ્દે વાત કરવા નથી માગતી."

X
Air India pilot questioned the sexual assault of a female partner, the airline started investigating
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી