• Home
  • Utility
  • 10th and 12th standard students will be able to download their marksheets from the digital locker

CBSE / 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થી પોતાની માર્કશીટ ડિજિટલ લોકરમાંથી ડાઉનલોડ કરી શકશે

10th and 12th standard students will be able to download their marksheets from the digital locker

  • ડિજિટલ લોકરમાં કરવું પડશે રજિસ્ટ્રેશન, ફ્રીમાં સુવિધા મળે છે
  • રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર, આધાર નંબર હોવો જરૂરી

divyabhaskar.com

May 12, 2019, 12:44 PM IST

યુટિલિટી ડેસ્કઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)ના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ, માઈગ્રેશન સર્ટિફિકેટ અને અન્ય શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ લોકર digilocker.gov.in મારફતે ડાઉનલોડ કરીને સ્ટોર કરી શકે છે. આ સુવિધા આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ઉપરાંત ગયા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ છે. CBSEએ 12મા ધોરણના પરિણામો 2 મે અને 10મા ધોરણના પરિણામો 6 મેના રોજ જાહેર કર્યાં હતાં. ડિજિટલ લોકરમાં રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓ પાસે ફોન નંબર અથવા આધાર કાર્ડ નંબર હોવો આવશ્યક છે. ડિજિટલ લોકરમાંથી ડાઉનલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ સર્વત્ર માન્ય રહેશે.


રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

  • ડિજિટલ લોકરની સત્તાવાર વેબસાઇટ digilocker.gov.in પર જાઓ. તમે 'Umang' એપ્લિકેશન દ્વારા પણ ડિજિટલ લોકર એક્સેસ કરી શકો છો.
  • અહીં સૌપ્રથમ સાઇન અપ કરવું પડશે. જ્યાં મોબાઇલ નંબર નાખવાનો રહેશે.
  • ફોન નંબર નાખ્યા પછી આધાર નંબર અને CBSE રોલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • રજિસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ, માઈગ્રેશન સર્ટિફિકેટ વગેરે વગેરે જોઈ શકશે.
  • અહીંથી ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરવાની સાથે શેર પણ કરી શકાય છે.
  • CBSE બોર્ડ 12મા ધોરણના ડોક્યુમેન્ટ્સ જાહેર કરી ચૂક્યું છે. તેની પ્રિન્ટેડ કોપી વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી મળી જશે.
X
10th and 12th standard students will be able to download their marksheets from the digital locker
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી