કર્ણાટક / યેદિયુરપ્પા 18 દિવસે પણ મંત્રીમંડળની રચના નથી કરી શક્યા

યેદિયુરપ્પાની ફાઇલ તસવીર
યેદિયુરપ્પાની ફાઇલ તસવીર

કોંગ્રેસે રાજ્યપાલ વજુભાઇ વાળાના મૌન સામે સવાલ ઉઠાવ્યા

Divyabhaskar.com

Aug 14, 2019, 03:54 AM IST

બેંગલુરુ/ નવી દિલ્હી: કોંગ્રેસે કર્ણાટકમાં મંત્રીમંડળની રચના ન થવા અંગે રાજ્યપાલ વજુભાઇ વાળાના મૌન સામે સવાલ ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા વી. એસ. ઉગરપ્પાએ કહ્યું છે કે મુખ્યમંત્રી બન્યાને 18 દિવસ થઇ ગયા. યેદિ હજુ સુધી મંત્રીમંડળની રચના કરી શક્યા નથી. શું રાજ્યમાં બંધારણ મુજબની કોઇ સરકાર છે? રાજ્યપાલે આ બાબત ધ્યાનમાં લઇને સરકાર બરખાસ્ત કરવી જોઇએ.

જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર બહુમતી સાબિત ન કરી શકતાં એચ. ડી. કુમારસ્વામીએ ગયા મહિને રાજીનામું આપ્યા બાદ યેદિએ 26 જુલાઇએ મુખ્યમંત્રીપદ ગ્રહણ કર્યું હતું. સૂત્રોના કહેવા મુજબ 16 ઓગસ્ટ બાદ મંત્રીમંડળની રચના શક્ય છે. પ્રથમ તબક્કામાં 10-12 મંત્રી બનાવાય તેવી શક્યતા છે.

X
યેદિયુરપ્પાની ફાઇલ તસવીરયેદિયુરપ્પાની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી