અરુણાચલ / આઠ દિવસ પછી એએન-32 વિમાનનો ભંગાર મળી આવ્યો 

  • 3 જૂને આસામના જોરહાટથી AN-32એ ઉડાન ભરી હતી
  • ઉડાન બાદ અરૂણચાલ પ્રદેશ પાસે ગુમ થઈ ગયું હતું
  • વિમાનમાં 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા

Divyabhaskar.com

Jun 12, 2019, 02:49 AM IST

નવી દિલ્હી: ભારતીય વાયુદળના ગુમ થયેલા એએન-32 વિમાનનો ભંગાર અરુણાચલના સિયાન જિલ્લામાં દેખાયો છે. જો કે આ ભંગાર હજુ દૂરથી જ દેખાયો છે. ત્યાં જઈને પૃષ્ટિ કરવાની બાકી છે કે આ ભંગાર એએન-32 વિમાનનો જ છે. અહીં ગાઢ જંગલ હોવાથી હેલિકોપ્ટર મારફતે કમાન્ડોને ઉતારાશે અને ગ્રાઉન્ડ પાર્ટી ત્યાં પહોંચીને જોશે કે આ ભંગાર એ જ વિમાનનો છે. ટીમને ત્યાં પહોંચતાં એક-બે દિવસ લાગી શકે છે.

અરુણાચલના પૂર્વ ભાગના પહાડી વિસ્તારમાં પહેલાં પણ આવા વિમાનોના ભંગાર મળ્યાં છે તે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગૂમ થયાં હોય. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રોઇંગ જિલ્લામાંથી 75 વર્ષ પહેલાં ગૂમ થયેલા વિમાનનો ભંગાર મળી આવ્યો હતો. આ અમેરિકી વાયુદળનું વિમાન હતું અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ચીનમાં જાપાનીઓ સામે લડાઈમાં મદદ માટે આસામથી ઉડ્યું હતું.

અહીં વિમાન કેમ અકસ્માતને ભેટે છે
અલગ-અલગ રિસર્ચમાં એવી વાત બહાર આવી છે કે અરુણાચલના આ વિસ્તારમાં ઘણા બધાં ટર્બુલન્સ છે. પ્રતિ કલાક 140 કિમીની ઝડપે ફૂંકાતા પવનને કારણે એવી પરિસ્થિતિ સર્જાય છે કે ફ્લાઈટ મુશ્કેલીમાં આવી જાય છે. વળી દૂર-દૂર સુધી વસ્તી પણ નથી. અહીં ગૂમ થયેલા વિમાનની તપાસ કરવાનું ઘણું જ અઘરું થઈ જાય છે. ઘણીવાર તો વિમાનની શોધમાં દાયકાઓ લાગી જાય છે.

સર્ચ ઓપરેશનમાં એસએઆર ટેક્નોલોજીનો ઉપયોગ: નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે શર્માએ જણાવ્યું કે, પી-8આઈ એરક્રાફ્ટ ઈલેક્ટ્રો ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ સેન્સરવાળું છે. આ વિમાનમાં ખૂબ શક્તિશાળી સિન્થેટિક અપર્ચર રડાર (એસએઆર) લગાડવામાં આવ્યા છે. એએન-32ની તપાસ દરમિયાન આ ટેક્નીક ફાયદાકારક સાબીત થઈ શકે છે. પી-8આઈ વિમાન અમેરિકાની બોઈંગ કંપનીએ બનાવ્યા છે. તે લાંબા અંતરવાળા સ્પાઈ એરક્રાફ્ટ છે અને નેવીની પાસે આવા 8 એરક્રાફ્ટ છે.

ત્રણ વર્ષ પહેલા પણ ગુમ થયું હતું AN-32 વિમાનઃ 2016માં ચેન્નાઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલું AN-32 વિમાન ગાયબ થયું હતું. જેમાં વાયુસેનાના 12 જવાન , 6 ક્રુ-મેમ્બર , 1 નૌસૈનિક , 1 સેનાનો જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હતા. આ વિમાનની શોધખોળ કરવા માટે એક સબમરીન, આઠ વિમાન અને 13 જહાજને કામે લગાડાયા હતા. પરંતુ આટલા પ્રયત્નો છતા ન તો વિમાન મળ્યું ન તેનો કાટમાળ.

1980માં સામેલ થયું હતું AN-32 વિમાન: સોવિયત એરાનું આ એરક્રાફ્ટ 1980માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. તેને સતત અપડેટ કરવામાં આવ્યું હતું. જોકે ગુમ થયેલું પ્લેન AN-32 અપગ્રેડ એરક્રાફ્ટનો હિસ્સો નહતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી