• Gujarati News
  • National
  • National Disaster Response Force Induct Women Personnel In New Battalions Within Next One Year

પહેલીવાર મહિલાઓ રેસ્ક્યુ ટીમનો હિસ્સો બનશે, આવતા વર્ષે સુધી નવી બટાલિયનમાં તહેનાત કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એનડીઆરએફના ડીજીએ કહ્યું- ટૂંક સમયમાં જ મહિલાઓની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
  • હાલ દેશમાં એનડીઆરએફની 12 બટાલિયન, પ્રત્યેકમાં 1150 જવાન તહેનાત

કોલકાતા: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના બચાવ દળમાં હવે મહિલાઓને સામેલ કરાશે. એનડીઆરએફના ડિરેક્ટર જનરલ એસએન પ્રધાને ગુરુવારે જણાવ્યું કે, આગામી એક વર્ષમાં નવી બટાલિયન મહિલાઓને તહેનાત કરવામાં આવશે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે એનડીઆરએફની બટાલિયનમાં મહિલાઓને સામેલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
પ્રધાને કોલકાતા પાસે આવેલા એક એનડીઆરએફ કાર્યાલયમાં કહ્યું હતું કે, અમારા ત્યાં મહિલા કર્મચારીઓને લઈને કોઈ મતભેદ નથી. અમે ટૂંક સમયમાં જ તેમને ફોર્સમાં દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવાના છીએ. તે માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. આવતા વર્ષ સુધીમાં નવી બટાલિયનમાં મહિલા સૈનિક તહેનાત કરી દેવામાં આવશે.

એનડીઆરએફની ચાર નવી બટાલિયન સ્થાપિત કરવામાં આવી છે
છેલ્લા અમુક મહિનામાં એનડીઆરએફની ચાર નવી બટાલિયન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને એનસીઆરમાં સ્થાપિત કરવામાં આવી છે. ત્યારપછી સમગ્ર દેશમાં તેની સંખ્યા 12 થઈ ગઈ છે. દરેક નવી બટાલિયનમાં આસામ રાઈફલ્સ, આઈટીપીબી અને બીએસએફના 1150 જવાન તહેનાત કરવામાં આવ્યા છે.

મુશ્કેલીથી બચવા માટે એક માત્ર પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમ
એનડીઆરએફની રચના 2006માં કરવામાં આવી હતી. તે સીધા કેન્દ્રીય ગૃહ મંત્રાલય નીચે કામ કરે છે. તેમાં સામેલ જવાનોને મુશ્કેલી અને ડિઝાસ્ટરના સમે રાહત અને બચાવ કાર્ય કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. પ્રાથમિક તબક્કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. પરંતુ જરૂર પડે ત્યારે એનડીઆરએફ મદદ કરે છે.