મુંબઈ / IAS, IPS અધિકારીઓની સોસાયટીમાં સેક્સકૌભાંડ પકડાયું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પોલીસે ઓશિવરાની પાટલીપુત્ર સોસાયટીમાંથી બે મહિલાનો છુટકારો કર્યો

Divyabhaskar.com

Sep 12, 2019, 05:27 AM IST

મુંબઈ: આઈએએસ, આઈપીએસ અધિકારીઓ અને અન્ય સિનિયર અમલદારોનો વસવાટ ધરાવતી સોસાયટીમાંથી પોલીસે સેક્સકૌભાંડ પકડી પાડ્યું છે. આ કેસમાં પોલીસે વેશ્યાવ્યવસાય માટે ઉપયોગ કરાતી હતી તે બે મહિલાનો છુટકારો કર્યો છે, જ્યારે આ મહિલાઓની દલાલ તરીકે કામ કરતી મહિલાની ધરપકડ કરી છે. ઓશિવરાના પોશ વિસ્તારમાં પાટલીપુત્ર સોસાયટીમાં આ ઘટના બની છે, જ્યાં મોટા ભાગના ફ્લેટ અમલદારોના જ છે.

19 અને 21 વર્ષની બે યુવતીનો છુટકારો કરવામાં આવ્યો
વિશ્વનીય માહિતીને આધારે આ સોસાયટીમાં આવેલી ગેલેક્સી બિલ્ડિંગના એક ફ્લેટમાં મંગળવારે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં 19 અને 21 વર્ષની બે યુવતીનો છુટકારો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી અમુક રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે વેશ્યાવ્યવસાય ચલાવતી દલાલ શબાના શેખ (45)ની ધરપકડ કરવામાં આવી છે. તેને બુધવારે કોર્ટમાં હાજર કરાતાં પોલીસ કસ્ટડી આપવામાં આવી હતી, જ્યારે છુટકારો કરાયેલી બે યુવતીને મહિલા સુધારગૃહમાં મોકલી આપવામાં આવી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી