નોકરી / કર્મચારીઓને હવે 8 નહીં, 9 કલાક કામ કરવું પડે તેવી શક્યતા, કેન્દ્ર સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • વર્તમાન સમયમાં 8 કલાકના નિયમ અંતર્ગત 26 દિવસ બાદ કર્મચારીઓનું વેતન નક્કી થાય છે.
  • ડ્રાફ્ટમાં મોટાભાગે જૂના સૂચન, મહેનતાણું નક્કી કરવા માટે દેશને 3 જીઓગ્રાફિકલ કેટેગરીમાં વહેચવામાં આવ્યા.

Divyabhaskar.com

Nov 04, 2019, 12:50 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વેતન સંહિતા અધિનિયમનો એક મુસદ્દો તૈયાર કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓને 8 કલાકને બદલે 9 કલાક કામ કરવાને લગતી જોગવાઈ માટે ભલામણ કરી છે. વર્તમાન સમયમાં 8 કલાકના નિયમ અંતર્ગત 26 દિવસ બાદ વેતન નક્કી કરવામાં આવે છે.

અલબત લઘુત્તમ વેતન અંગે ચિત્ર સ્પષ્ટ નથી. આ મુસદ્દામાં કેન્દ્રએ મોટાભાગે જૂના સૂચનો જ યથાવત રાખ્યા છે. તેમા મહેનતાણું નક્કી કરવા માટે સમગ્ર દેશને 3 જીઓગ્રાફિકલ વર્ગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. શ્રમ મંત્રાલયે તમામ સંબંધિત પક્ષો પાસે એક મહિનાની અંદર આ અંગે સૂચન માગ્યું છે. કેન્દ્ર તરફથી જારી ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં નિષ્ણાતોની એક સમિતિની રચના થશે, જે લઘુત્તમ મજૂરી નક્કી કરવાના મુદ્દે સરકારને ભલામણ કરશે.

રૂપિયા 375 ભલામણ
શ્રમ મંત્રાલયે જાન્યુઆરી મહિનામાં રૂપિયા 375 પ્રતિ દિવસ હિસાબથી લઘુત્તમ વેતનની ભલમણ કરી હતી. પેનલે તેને જુલાઈ,2018 થી લાગુ કરવા કહ્યું હતું. લઘુત્તમ માસિક વેતન રૂપિયા 9,750 રાખવા ભલામણ કરી હતી.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી