તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • With 68 Misdemeanors In 2012, Modi Described It As A Disgrace To The Country, A 33% Increase In His Government, That Is 9 Per Day.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2012માં રોજ 68 દુષ્કર્મ થતા, મોદી તેને દેશનું અપમાન ગણાવતા, આ સરકારમાં ઘટના 33% વધી, એટલે કે રોજ 90 દુષ્કર્મ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દેશમાં 2012માં દુષ્કર્મના 24,923 કેસ નોંધાયા, એટલે કે રોજ 68 કેસ, 2018માં તે 33 ટકા વધી 33 હજાર કરતા વધારે થયા (NCRBના આંકડા પ્રમાણે)
 • દિલ્હીમાં 2012માં દુષ્કર્મના 706 કેસ સામે આવ્યા, 2019માં 15 નવેમ્બર સુધી દુષ્કર્મના 1,947 કેસ નોંધાયા હતા, એટલે કે 7 વર્ષમાં દિલ્હીમાં દુષ્કર્મની ઘટનામાં 176 ટકા વધારો થયો
 • દેશની તમામ અદાલતોમાં 2018ના અંત સુધી 1.38 લાખ કરતા વધારે કેસ પેન્ડિંગ હતા, 2018માં ફક્ત 27 ટકા કેસમાં જ સજા મળી

નવી દિલ્હીઃ તારીખઃ30 માર્ચ 2014, જગ્યાઃ મહારાષ્ટ્રના નાંદેડની ચૂંટણી રેલી. ભાજપના પ્રધાનમંત્રી ઉમેદવાર નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા હતા- દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની....એક નિર્દોષ બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. તેને મારી નાંખવામાં આવી......આજે હું સવારે સમાચાર જોઈ રહ્યો હતો....આજ પણ દિલ્હીમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની...દિલ્હીને જાણે દુષ્કર્મની રાજધાની બનાવી દેવામાં આવી છે. આ સ્થિતિનું નિર્માણ થયું છે. તે વર્ષ ચૂંટણીના એક વર્ષ અગાઉ અને રેલીમાં મોદીએ કહ્યું હતું કે દિલ્હીને જે પ્રકારથી રેપ કેપિટલ બનાવી દેવામાં આવી છે... તે કારણે સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની બેઈજ્જતી થઈ રહી છે... અને માતા-બહેનોની સુરક્ષા માટે તમારી પાસે કોઈ યોજના નથી. તમારામાં કોઈ દમ નથી....તમે આ માટે કંઈ કરી શકતા નથી.
હવે આ વાતની આજની સ્થિતિ સાથે જોઈએ- વર્ષ 2012માં દેશમાં દુષ્કર્મના 24,923 કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ 68 કેસ હતા. વર્ષ 2018માં દેશમાં 33,356 કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ 90 કેસ. એકલા દિલ્હીમાં નિર્ભયા બાદ દુષ્કર્મના કેસમાં 176 ટકા વધારો થયો છે. વર્ષ 2012માં દિલ્હીમાં આવા 706 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2019ની 15મી નવેમ્બર સુધી 1,947 કેસ નોંધાયા છે. અને હા....આ આંકડા સરકારી સંસ્થા NCRB એટલે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના છે.

વર્ષ 2018ના અંત સુધી કોર્ટમાં 1.38 લાખ કરતાં વધારે દુષ્કર્મના કેસ પેન્ડિંગ
 NCRBના મતે વર્ષ 2018ના અંત ભાગમાં દેશની અદાલતોમાં દુષ્કર્મના 1,38,342 કેસ પેન્ડિંગ હતા. તેમાંથી 17,313 કેસના ટ્રાયલ પૂરા થઈ શક્યા છે, જ્યારે ફક્ત 4,708 કેસમાં જ સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2018માં સજા આપવાનો દર એટલે કે કન્વિક્શન રેટ ફક્ત 27.2 ટકા રહ્યો, જે વર્ષ 2017ની તુલનામાં 5 ઓછો છે. વર્ષ 2017માં કન્વિક્શન રેટ 32.2 ટકા હતો.

2012થી 2018 સુધી 12 હજાર કરતા વધારે સગીર પર દુષ્કર્મના કેસ, એટલે કે દરરોજ પાંચ
વર્ષ 2012થી 2018 વચ્ચે 12,125 સગીર પર દુષ્કર્મના કેસ નોંધાયા છે. જો આ 7 વર્ષની સરેરાશ કાઢવામાં આવે તો દરરોજ 5 સગીર પર દુષ્કર્મના કેસ નોંધાયા. દુષ્કર્મના કેસ ઉપરાંત 2012થી 2018 વચ્ચે 10,052 સગીર પર મહિલા સામે અત્યાચારને લગતા કેસ નોંધવામાં આવ્યા.

19 વર્ષમાં દુષ્કર્મ આચરનાર એક જ વ્યક્તિને ફાંસી મળી
2000થી 2018 સુધી 2,328 દોષિતોને ફાસીની સજા સંભળાવવામાં આવી છે. 2018માં 186 અપરાધીને ફાંસી સજા સંભળાવવામાં આવી હતી, જે પૈકી 65 સજાને ઉંમર કેદમાં બદલવામાં આવી. છેલ્લા 19 વર્ષમાં અત્યાર સુધીમાં ફક્ત 4 અપરાધીને ફાંસીની સજા આપવામાં આવી, જે પૈકી 3 આતંકવાદી હતા. વર્ષ 2012માં અજમલ કસાબ, 2013માં અફઝલ ગુરુ અને 2015માં યાકુબ મેમનને ફાંસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ધનંજય ચેટર્જીને જ ફાંસી આપવામાં આવી છે, જેણે દુષ્કર્મના કેસમાં ફાંસી આપવામાં આવી છે.

36 વર્ષ અગાઉ એક સાથે 4 દોષિતને ફાંસી આપવામાં આવી હતી
જાન્યુઆરી 1976થી માર્ચ 1977 વચ્ચે પુણેમાં રાજેન્દ્ર કક્કલ, દિલીપ સુથાર, શાંતાકામ કાન્હોજી જગતાપ અને મુનવ્વર હારુન શાહને 10 લોકોની હત્યાના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. આ તમામ અભિનવ કલા યુનિવર્સિટીમાં કોમર્શિયલ આર્ટ્સના વિદ્યાર્થી હતા. આ તમામને 27મી નવેમ્બર, 1983ના રોજ પુણેની યરવડા જેલમાં એક સાથે ફાંસી આપવામાં આવી હતી.

 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો